[ગુજરાતી] Gujrati Solved MCQs

1.

ઉશનસ્ એ ગુજરાતી કવિતાના કયા દાયકાના શિરમોર કવિ રહ્યા છે?

A. પહેલા-બીજા
B. ત્રીજા-ચોથા
C. છઠ્ઠા-સાતમા
D. આઠમા- નવમા
Answer» C. છઠ્ઠા-સાતમા
2.

ઉશનસનું કાવ્યસર્જન કયા દાયકાથી આરંભાયું?

A. ચોથા
B. પાંચમા
C. છઠ્ઠા
D. સાતમા
Answer» B. પાંચમા
3.

ઉશનસ્ મૂળે કયા યુગના કવિ છે?

A. ગાંધીયુગ
B. અનુગાંધીયુગ
C. આધુનિક યુગ
D. અનુઆધુનિક યુગ
Answer» B. અનુગાંધીયુગ
4.

ઉશનસના માતૃશ્રીનું નામ શું?

A. સવિતાબહેન
B. શાંતાબહેન
C. મંગળા બહેન
D. લલિતાબહેન
Answer» D. લલિતાબહેન
5.

ઉશનસે ૧૯૩૬થી ૧૯૩૮ સુધીનો અભ્યાસ ક્યા કર્યો ?

A. ડભોઇ
B. સાવલી
C. મહેસાણા
D. સિધ્ધપુર
Answer» A. ડભોઇ
6.

ઉશનસનું પ્રથમ કાવ્ય કયા ગુજરાતી સામયિકમાં પ્રકાશિત થયેલું?

A. પરબ
B. એતદ્
C. પ્રસ્થાન
D. સંસ્કૃતિ
Answer» C. પ્રસ્થાન
7.

ઉશનસનું પ્રથમ પુસ્તક કયું?

A. પ્રસૂન
B. હળવાશની ક્ષણોમાં
C. પશ્ચિમી દેશોનો પ્રવાસ
D. બે અધ્યયનો
Answer» D. બે અધ્યયનો
8.

ઉશનસ્ પોતે પીએચ. ડી. _______.

A. થયા નહોતા.
B. માર્ગદર્શક હતા.
C. A અને B બંને.
D. થયા હતા.
Answer» C. A અને B બંને.
9.

ઉશનસનો પ્રથમ કાવ્યસંગ્રહ?

A. નેપથ્યે
B. પ્રસૂન
C. મનોમુદ્રા
D. આર્દ્રા
Answer» B. પ્રસૂન
10.

ઉશનસના અગાઉના કાવ્યસંગ્રહોને સમાવતો બૃહદ સંગ્રહ 'સમસ્ત કવિતા' ક્યારે પ્રગટ થયો?

A. 1984
B. 1996
C. 2001
D. 2008
Answer» B. 1996
11.

ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ 'ભણકારા' ક્યારે પ્રગટ થયેલું?

A. 1988
B. 1886
C. 1888
D. 1986
Answer» C. 1888
12.

Sonare'નો અર્થ શું થાય છે?

A. સૉનેટ
B. ઊર્મિકાવ્ય
C. અવાજ
D. વાદ્ય વગાડવું
Answer» D. વાદ્ય વગાડવું
13.

અષ્ટક' અને 'ષટક્' એમ બે પંક્તિ વિભાગમાં રચાયેલું સૉનેટ તે _____.

A. પેટ્રાર્કશાઈ સૉનેટ
B. શેક્સપિરિયનશાઈ સૉનેટ
C. મિલ્ટનશાઈ સૉનેટ
D. B અને C બંને
Answer» A. પેટ્રાર્કશાઈ સૉનેટ
14.

ત્રણ 'ચતુષ્ક' અને એક 'યુગ્મ' એવું પંક્તિ વિભાજન સૉનેટના કયા પ્રકારમાં હોય છે?

A. પેટ્રાર્કશાઈ સૉનેટ
B. શેક્સપિરિયનશાઈ સૉનેટ
C. મિલ્ટનશાઈ સૉનેટ
D. B અને C બંને
Answer» B. શેક્સપિરિયનશાઈ સૉનેટ
15.

સૉનેટમાં કુલ કેટલી પંક્તિસંખ્યા આદર્શ ગણવામાં આવે છે?

A. 10
B. 12
C. 14
D. 16
Answer» C. 14
16.

કોઈ એક જ વિષયને અનુલક્ષીને રચાયેલા એકથી વધુ સોનેટનો સમૂહ એટલે _____.

A. સૉનેટગૂંથણ
B. સૉનેટ ઘટમાળ
C. સૉનેટમાળા
D. સૉનેટ હારમાળા
Answer» C. સૉનેટમાળા
17.

નીચેનામાંથી કોણે સૉનેટ રચ્યા નથી?

A. એરિસ્ટોટલ
B. શૅક્સ પિયર
C. મિલ્ટન
D. વર્ડઝવર્થ
Answer» A. એરિસ્ટોટલ
18.

સૉનેટ એ કયા યુગની દેન છે?

A. સુધારક યુગ
B. પંડિતયુગ
C. ગાંધીયુગ
D. અનુગાંધીયુગ
Answer» B. પંડિતયુગ
19.

પ્રેમનો દિવસ' અને 'મોગરો' જેવી સૉનેટ રચનાઓ કોની પાસેથી મળે છે?

A. ઉમાશંકર જોશી
B. રાજેન્દ્ર શાહ
C. ઉશનસ્
D. બળવંતરાય ઠાકોર
Answer» D. બળવંતરાય ઠાકોર
20.

યમલ' સૉનેટમાળાના સર્જક?

A. સ્નેહરશ્મિ
B. સુંદરજી બેટાઈ
C. કૃષ્ણલાલ શ્રીધરાણી
D. ચંદ્રવદન મહેતા
Answer» D. ચંદ્રવદન મહેતા
21.

વાતો' અને 'વિદાય' સૉનેટના રચયિતા?

A. પ્રિયકાન્ત પરીખ
B. પ્રભુદાસ પટેલ
C. પ્રહલાદ પારેખ
D. પ્રાણજીવન મહેતા
Answer» C. પ્રહલાદ પારેખ
22.

નીચેનામાંથી કોણ સૉનેટકાર નથી?

A. જયંત પાઠક
B. પીતાંબર પટેલ
C. વેણીભાઈ પુરોહિત
D. બાલમુકુંદ દવે
Answer» B. પીતાંબર પટેલ
23.

ઉશનસના 'આણું' કાવ્યમાં કયો ભાવ નિરૂપાયો છે?

A. પરકીયાપ્રેમ
B. સ્વકીયાપ્રેમ
C. સર્વજનસ્નેહ
D. પૂર્વજન્મસ્નેહ
Answer» A. પરકીયાપ્રેમ
24.

મળ્યા જે બે ચ્હેરા અધિક અહીં તે ચાહી લઈએ' પંક્તિ કયા સૉનેટની છે?

A. મોક્ષ
B. મધુર નમણા ચહેરા
C. શરમાળ પ્રેમને
D. રૂપ-અરૂપ વચ્ચે
Answer» A. મોક્ષ
25.

વળાવી, બા આવી' સંગ્રહના મોટાભાગના સૉનેટ કયા છંદમાં લખાયા છે?

A. પૃથ્વી
B. શિખરિણી
C. D
D. વસંતતિલકા
Answer» B. શિખરિણી
26.

નીચેનામાંથી કઈ સૉનેટરચના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ નથી?

A. શરમાળ પ્રેમને
B. અદ્વૈત
C. અશ્વત્થભાવ
D. પ્રેમને વિદાય
Answer» D. પ્રેમને વિદાય
27.

હું જન્મ્યો છું કોઈ'માં કાવ્યનાયક શું લઈને જન્મ્યો છે?

A. રોગગ્રસ્ત શરીર
B. પ્રણયનું દર્દ
C. વિરહનું મીઠું દર્દ
D. અધૂરાં સપનાં
Answer» C. વિરહનું મીઠું દર્દ
28.

અનામી આશ્ચર્યોમાં' કાવ્યનો વિષય _____ છે.

A. પ્રણય
B. પ્રકૃતિ
C. કુટુંબજીવન
D. પ્રકીર્ણ
Answer» B. પ્રકૃતિ
29.

અશ્વત્થભાવ' સૉનેટના અંતે કવિ પોતાને શું કલ્પે છે?

A. અનાદિથી ઊભેલો ઘેઘૂર પીપળો
B. અનાદિથી દોડ્યા કરતો અશ્વ
C. પૃથિવીગ્રહની પાર મૂળ નાખીને ઊભેલો વડ
D. તારાખચિત આકાશનો ચંદ્ર
Answer» A. અનાદિથી ઊભેલો ઘેઘૂર પીપળો
30.

ધરમપુરના જંગલમાં વૈશાખી બપોર' સૉનેટમાં કયા પ્રાણીનું વર્ણન આવે છે?

A. કાચિંડો
B. બિલાડી
C. નોળિયો
D. શાહુડી
Answer» A. કાચિંડો
31.

વળાવી, બા આવી' સૉનેટમાં કયા તહેવારની રજાઓ પૂરી થયાનો ઉલ્લેખ છે?

A. દિવાળીની
B. હોળીની
C. નવરાત્રિની
D. પર્યુષણની
Answer» A. દિવાળીની
32.

મને લઈ જાઓ રે' સૉનેટમાં કવિ ક્યાં જવા માગે છે?

A. પોતાના વતનમાં
B. મોસાળમાં
C. સ્મશાનભૂમિમાં
D. પ્રભુને ધામ
Answer» A. પોતાના વતનમાં
33.

એક કિલ્લાને તોડી પડાતો જોઈને' સૉનેટમાળાના સર્જક કોણ છે?

A. ઉશનસ્
B. રાજેન્દ્ર શાહ
C. સુંદરમ
D. ઉમાશંકર જોશી
Answer» C. સુંદરમ
34.

સૉનેટની કઈ બે પંક્તિઓમાં ચોટ હોય છે?

A. પ્રથમ
B. અંતિમ
C. મધ્યમ
D. ચોટ હોતી જ નથી.
Answer» B. અંતિમ
35.

૧૯૭૬માં ઉશનસે કયા દેશોનો પ્રવાસ કરેલો?

A. યુરોપ કેનેડા અમેરિકા
B. રશિયા જાપાન કેનેડા
C. ઈરાન ઇજિપ્ત અમેરિકા
D. રશિયા કેનેડા ચીન
Answer» A. યુરોપ કેનેડા અમેરિકા
36.

નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ ઉશનસનો નથી?

A. પૃથ્વીને પશ્ચિમ ચહેરે
B. ભારતદર્શન
C. આર્દ્રા
D. તરુવર
Answer» D. તરુવર
37.

સકલ સંતાન' શબ્દપ્રયોગ ઉશનસના કયા સૉનેટમાં થયો છે?

A. વળાવી બા, આવ્યા
B. આવ્યા ત્યારે ને જાઓ ત્યારે
C. હું મુજ પિતા
D. વળાવી, બા આવી
Answer» D. વળાવી, બા આવી
38.

હું મુજ પિતા' સૉનેટમાં નાયક અંતે શું જુએ છે?

A. પોતાનું બળતું શબ
B. પિતાની નનામી
C. પિતાનું બળતું શબ
D. પિતાની ભડ્ભડ ચિતા
Answer» A. પોતાનું બળતું શબ
39.

વળાવી, બા આવી' પુસ્તકના સંપાદક કોણ છે?

A. ઉશનસ્
B. વિનોદ જોશી
C. મણિલાલ હ. પટેલ
D. ઉમાશંકર જોશી
Answer» C. મણિલાલ હ. પટેલ
40.

ઉશનસ્ : સર્જક અને વિવેચક' પુસ્તક કોનું છે?

A. રમણ સોની
B. સુમન શાહ
C. સતીશ વ્યાસ
D. પ્રસાદ બ્રહ્મભટ્ટ
Answer» A. રમણ સોની
41.

અંગ્રેજીના ‘આદ્ય સૉનેટકાર’ કોને કહેવાય છે ?

A. સર ટોમસ વાયટ
B. ગ્વીતોની
C. બ.ક.ઠાકોર
D. દાન્તે
Answer» A. સર ટોમસ વાયટ
42.

’તાદાત્મ્ય’ નામનું સૉનેટ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?

A. ચં.ચી. મહેતા
B. શેષ
C. કાન્ત
D. ન્હાનાલાલ
Answer» D. ન્હાનાલાલ
43.

નીચેનામાંથી ક્યું સૉનેટ રમણીક અરાલવાળાનું છે ?

A. ઉપહાર
B. વિષાદ
C. વિખૂટા મિત્રને
D. મરજીવિયા
Answer» C. વિખૂટા મિત્રને
44.

નિરંજન ભગતે કેટલામાં વર્ષે સૉનેટ રચવાની શરૂઆત કરી હતી ?

A. ૧૬વર્ષ
B. ૧૭વર્ષ
C. ૧૮વર્ષ
D. ૧૯વર્ષ
Answer» B. ૧૭વર્ષ
45.

ગાંધીજીએ શરૂ કરેલાં ‘હિન્દ છોડો આંદોલન’માં ભાગ લેવા માટે ઉશનસ્ કેટલો સમય અભ્યાસ છોડી દે છે ?

A. આઠ મહિના
B. એકવર્ષ
C. બે વર્ષ
D. ત્રણ વર્ષ
Answer» B. એકવર્ષ
46.

ઇ.સ.૧૯૪૪માં ઉશનસ્ શેમાં પાસ થાય છે ?

A. B. A.
B. M. A.
C. કોવિદ પરીક્ષા
D. ટીચિંગ ડિપ્લોમા
Answer» D. ટીચિંગ ડિપ્લોમા
47.

વળાવી, બા આવી'માંથી કુલ કેટલા સૉનેટકાવ્યો આપણા અભ્યાસક્રમમાં છે?

A. 22
B. 25
C. 20
D. તમામ સૉનેટ
Answer» B. 25
48.

સોનેટ માટે 'ધ્વનિત' શબ્દ કોણે પ્રયોજ્યો છે?

A. બળવંતરાય ઠાકોર
B. કવિ કાન્ત
C. અરદેશર ખબરદાર
D. કવિ બોટાદકર
Answer» C. અરદેશર ખબરદાર
49.

સત્તર સાહિત્યસ્વરૂપો' પુસ્તક કોનું છે?

A. પ્રસાદ બ્રહ્મભટ્ટ
B. ભગીરથ બ્રહ્મભટ્ટ
C. સતીશ વ્યાસ
D. ચંદ્રશંકર ભટ્ટ
Answer» A. પ્રસાદ બ્રહ્મભટ્ટ
50.

વળાવી, બા આવી' સંગ્રહનાં સૉનેટકાવ્યોને વિષયની દૃષ્ટિએ કેટલા વિભાગમાં વહેંચી શકાય?

A. 3
B. 4
C. 5
D. 6
Answer» B. 4
Tags
Question and answers in Gujrati, Gujrati multiple choice questions and answers, Gujrati Important MCQs, Solved MCQs for Gujrati, Gujrati MCQs with answers PDF download