76
61.3k

[ગુજરાતી] Social Anthropology Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

સામાજિક માનવશાસ્ત્રનું સૌ પ્રથમ નામાભિધાન કોણે અને ક્યારે કર્યું ?

A. ઇવાન્સ પ્રિચાર્ડ - 1908
B. જેમ્સ ફ્રેઝર - 1908
C. હોવેલ – 1908
D. ક્રોબર - 1908
Answer» B. જેમ્સ ફ્રેઝર - 1908
2.

એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રનો ઉદ્ભવ ડાર્વિનના ક્યા સિદ્ધાંતમાં રહેલા છે ?

A. પ્રકાશ પરાવર્તન
B. ગુરુત્વાકર્ષણ
C. ઉત્ક્રાંતિવાદ
D. એક પણ નહીં
Answer» C. ઉત્ક્રાંતિવાદ
3.

" માનવશાસ્ત્ર એ માનવીના જૂથો,તેનાં વર્તનો અને સર્જનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."....કોના મતાનુસાર ?

A. ડૉ.સંગવે
B. ડૉ.હોબેલ
C. ક્રોબર
D. ડૉ.ચાર્લ્સ
Answer» C. ક્રોબર
4.

સામાજિક માનવશાસ્ત્રની આગવી સંશોધન પધ્ધતિ [ અભ્યાસ પધ્ધતિ ] શેના ઉપર આધારિત છે ?

A. ધારણા
B. ગ્રંથાલય
C. અનુમાન
D. ક્ષેત્ર નિરિક્ષણ
Answer» D. ક્ષેત્ર નિરિક્ષણ
5.

‘ Anthropos ’ અને ‘logos’ આ બે શબ્દો કઈ ભાષાના છે ?

A. ગ્રીક
B. જર્મન
C. અંગ્રેજી
D. ગુજરાતી
Answer» A. ગ્રીક
6.

    ભૂતકાલીન બનાવો,પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી એટલે......

A. ઐતહાસિક માહિતી
B. અવૈજ્ઞાનિક માહિતી
C. વર્તમાન માહિતી
D. એક પણ નહીં
Answer» A. ઐતહાસિક માહિતી
7.

કોઈ બે વિભિન્ન સમાજો,સંસ્થાઓ અને સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધવા માટેની અભ્યાસ પધ્ધતિ..

A. પ્રયોગ પદ્ધતિ
B. કાર્યાત્મ્ક પદ્ધતિ
C. તુલનાત્મક પદ્ધતિ
D. આપેલ તમામ
Answer» C. તુલનાત્મક પદ્ધતિ
8.

“ સમગ્ર સમાજનું રચનાતંત્ર કાર્યાત્મક એકતા ધરાવે છે .”....એવું દર્શાવનાર સામાજિક માનવશાસ્ત્રી....

A. રેડક્લિફ બ્રાઉન
B. વેસ્ટર માર્ક
C. ડોન માર્ટિંડલ
D. જહોન્સન
Answer» A. રેડક્લિફ બ્રાઉન
9.

પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિની મદદથી ગુજરાતના ક્યા સ્થળેથી સીન્ધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના અવશેષો મળે છે?

A. હડપ્પા
B. લોથલ
C. પાટણ
D. મોહેંજો દડો
Answer» B. લોથલ
10.

સામાજિક માનવશાસ્ત્રનું જ્ઞાન કઈ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી બને છે ?

A. જાતિવાદની સમસ્યા
B. ઔદ્યોગિક સમસ્યા
C. યુધ્ધ્કાલીન સમસ્યા
D. આપેલ તમામ
Answer» B. ઔદ્યોગિક સમસ્યા
11.

સામાજિક માનવશાસ્ત્રના મુખ્ય ઉદે્શ્ય ..... ....

A. સૈદ્ધાંતિક
B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહીં
Answer» B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને
12.

‘ સામાજિક માનવશાસ્ત્ર રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવામાં ઉપયોગી થાય છે ’... આ અંગેના નવા અભ્યાસ ક્ષેત્રની શરૂઆત કરનાર સામાજિક માનવશાસ્ત્રી કોણ હતા ?

A. ઈવાન્સ પ્રિચાર્ડ
B. શ્રીમતી રૂથ બેનીડીકટ
C. જેકબ્સ અને સ્ટર્ન
D. રેમંડ ફર્થ
Answer» B. શ્રીમતી રૂથ બેનીડીકટ
13.

ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કોની દેણગી છે ?

A. પશ્ચિમી
B. કુદરતી
C. પૂર્વની
D. દક્ષિણની
Answer» A. પશ્ચિમી
14.

ભારતીય માનવશાસ્ત્ર કેટલી સદીનો ઈતિહાસ ધરાવે છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» B. બે
15.

ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે ઈ.સ.1920થી ઈ.સ.1949નો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાય છે ?

A. વિકાસના રચનાત્મક તબક્કા
B. આરંભિક તબક્કા
C. વિભેદનનો તબક્કો
D. અંતિમ તબક્કા
Answer» A. વિકાસના રચનાત્મક તબક્કા
16.

    ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ?

A. વિકાસના તબક્કા
B. આરંભિક તબક્કા
C. ઉદ્ભવનો તબક્કો
D. વિશ્લેષણ તબક્કા
Answer» D. વિશ્લેષણ તબક્કા
17.

   ઇંગ્લેન્ડની લિવરપુલ યુનિવર્સીટીમાં કોને અને ક્યારે સામાજિક માનવશાસ્ત્રના માનદ્ પ્રોફેસર બનાવવામાં આવ્યા ત્યારથી આ વિષયને સામાજિક સ્વીકૃતિ મળી ?

A. અંનતક્રિશ્ન ઐયર-1920
B. સર જેમ્સ ફ્રેઝર-1908
C. સર વિલિયમ જોન્સ-1774
D. એડવર્ડ ટાયરેલ લીથ -1886
Answer» B. સર જેમ્સ ફ્રેઝર-1908
18.

કોણે અને ક્યારે ‘એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ’ની સ્થાપના કરી ?

A. અંનતક્રિશ્ન ઐયર-1920
B. સર જેમ્સ ફ્રેઝર-1908
C. સર વિલિયમ જોન્સ-1774
D. એડવર્ડ ટાયરેલ લીથ -1886
Answer» C. સર વિલિયમ જોન્સ-1774
19.

બંગાળની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર ક્યા માનવવિજ્ઞાનીએ અભ્યાસ કર્યો જેનું ચાર ગ્રથોમાં પ્રકાશન થયું ?

A. ડૉ.એસ.સી.રોય
B. સર જેમ્સ ફ્રેઝર
C. હર્બર્ટ રીઝલે
D. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
Answer» C. હર્બર્ટ રીઝલે
20.

એસ.સી.રોયે રાંચીથી ઈ.સ.1921માં ક્યુ સામયિક શરુ કર્યું ?

A. જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી
B. જર્નલ ઓફ એન્થ્રોપોલોજીક સોસાયટી
C. “ મેન ઇન ઇન્ડિયા ”
D. જર્નલ ઓફ મીથિક સોસાયટી
Answer» C. “ મેન ઇન ઇન્ડિયા ”
21.

“ભારતમાં જ્ઞાતિવ્યવસ્થાનો જાતીય આધાર”-વિષય પર 1924 માં હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ભારતીય માનવશાસ્ત્રી......

A. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
B. ડૉ.બી.એસ.ગુહા
C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
D. ડૉ.એસ.સી.રોય
Answer» B. ડૉ.બી.એસ.ગુહા
22.

  ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ?

A. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
B. ડૉ.બી.એસ.ગુહા
C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
D. ડૉ.એસ.સી.રોય
Answer» C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
23.

ઘણાં વિદ્વાનો ક્યા બે સામાજિક વિજ્ઞાનોને ‘ જોડકી બહેનો’ તરીકે ઓળખાવે છે ?

A. રાજ્યશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
C. ઈતિહાસ અને સામાજિક માનવશાસ્ત્ર
D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
Answer» D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
24.

સામાજિક માનવશાસ્ત્ર અન્ય ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે ?

A. રાજ્યશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. ઈતિહાસ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
25.

ક્યા તફાવતથી જ એક સામાજિક વિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનોથી જુદું પડે છે ?

A. દ્રષ્ટીબિંદુના
B. અભ્યાસ્વસ્તુના
C. અભ્યાસ પદ્ધતિના
D. કાર્યક્ષેત્રના
Answer» A. દ્રષ્ટીબિંદુના
26.

  ક્યા બ્રિટીશ માનવશાસ્ત્રીએ સુદાનના ન્યુઅર [ NUER ] જાતિના પશુપાલકોનો સામાજિક માનવશાસ્ત્રીય અભ્યાસ રચનાતંત્રીય ખ્યાલથી કર્યો છે ?

A. બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી
B. એ.આર.રેડક્લિફ-બ્રાઉન
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. ટાયલર એડવર્ડ બી.
Answer» C. ઇવાન્સ પ્રિચાર્ડ
27.

સામાજિક માનવશાસ્ત્રી ટાયલર એડવર્ડ બી.તેમના ક્યા પુસ્તકમાં સંસ્કૃતિ અંગેનો અર્થ પ્રસ્તુત કર્યો છે ?

A. The Scheduled Tribes
B. સામાજિક માનવશાસ્ત્ર
C. સોશિયલ એન્થ્રોપોલોજી
D. પ્રીમીટીવ કલ્ચર
Answer» D. પ્રીમીટીવ કલ્ચર
28.

પંડિત જવાહરલાલ નહેરુએ આદિવાસીઓ માટે આપેલા પાંચ સિદ્ધાંતોમાં સુગ્રથનની નીતિ અપનાવેલી હતી,જે સિદ્ધાંતો કઈ રીતે ઓળખાય છે ?

A. અલગતા
B. ગતિશીલ
C. પંચશીલ
D. વિકાસશીલ
Answer» C. પંચશીલ
29.

“ સંસ્કૃતિ એટલે જ્ઞાન,માન્યતાઓ,કળા,નીતિમત્તા,કાનૂન,રીવાજ તેમજ સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી કોઇપણ બીજી ક્ષમતાઓ અને ટેવોનો સમગ્ર સંકુલ. ”...એવી વ્યાખ્યા કોણે આપી ?

A. ટાયલર એડવર્ડ બી.
B. બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. એ.આર.રેડક્લિફ-બ્રાઉન
Answer» A. ટાયલર એડવર્ડ બી.
30.

કોણ, સંસ્કૃતિમાં રિવાજો,પ્રથાઓ,મૂલ્યો,લોકાચાર,માન્યતાઓ,ઉત્સવો,તહેવારો,વિધિઓ ,કળા,વિચાર,ભૌતિકવસ્તુઓ વગેરેનો સમાવેશ કરે છે ?

A. ટાયલર એડવર્ડ બી.
B. બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. એ.આર.રેડક્લિફ-બ્રાઉન
Answer» D. એ.આર.રેડક્લિફ-બ્રાઉન
31.

સમાજજીવન જીવવાની પ્રસ્થાપિત રીતોને સંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવે છે ?

A. એડવર્ડ ટાયલર બી.
B. મેલિનોવ્સ્કી
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. એલ્વિન
Answer» C. ઇવાન્સ પ્રિચાર્ડ
32.

પ્રત્યેક આદિવાસી સમુદાયને તેની ...............સંસ્કૃતિ હોય છે.

A. આગવી
B. વિશિષ્ટ
C. અલગ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
33.

“ સંસ્કૃતિ માનવીની જૈવિક અને સામાજિક જરૂરીયાતોના સંતોષ માટેનું સાધન છે.”-એવું દર્શાવનાર વિદ્વાન કોણ ?

A. મેલિનોવ્સ્કી
B. એલ્વિન
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. એડવર્ડ ટાયલર બી.
Answer» A. મેલિનોવ્સ્કી
34.

.............. આદિજાતિના લોકો લાકડાના સ્થંભ ઉપર ભવ્ય કોતરણી કરે છે,જે તેમના મૃત પૂર્વજોનું મહત્વ સૂચવે છે.

A. ભીલ
B. ગારો
C. મારિયા
D. ખાસી
Answer» C. મારિયા
35.

“ સંસ્કૃતિના કોઇપણ ભાગ કે તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરીવર્તન.”... એવી સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી ?

A. પારસન્સ
B. કિંગ્સલે ડેવિસ
C. જહોન્સન
D. મેકાઈવર અને પેજ
Answer» B. કિંગ્સલે ડેવિસ
36.

(1) સાધનાત્મક અને (2) ધોરણાત્મક –એવા મુખ્ય બે શેના પાસા છે ?

A. સામાજીકરણના
B. દરજ્જાના
C. ભૂમિકાના
D. સંસ્કૃતિના
Answer» D. સંસ્કૃતિના
37.

સાંસ્કૃતિક પરિવર્તનનું એક મુખ્ય પરીબળ ................. છે.

A. સંપર્ક
B. સમાયોજન
C. સ્પર્ધા
D. સહકાર
Answer» A. સંપર્ક
38.

વર્તન વ્યવહારના નિયમો,જીવનસાથી મેળવવાની રીતો,જીવનનિર્વાહની રીતો,કુટુંબજીવનની રીત,પૂજાપધ્ધતિ ,સ્ત્રી-જીવન હકો,બાળઉછેરની રીતો,શાસનપદ્ધતિ,માન્યતા,મૂલ્યો,વગેરે બાબતોનો સંસ્કૃતિના ક્યા પાસામાં સમાવેશ થાય છે?

A. સંસ્કૃતિના ધોરણાત્મક પાસા
B. સંસ્કૃતિના મૂર્ત પાસા
C. સંસ્કૃતિના સાધનાત્મક પાસા
D. સંસ્કૃતિના ભૌતિક પાસા
Answer» A. સંસ્કૃતિના ધોરણાત્મક પાસા
39.

આદિવાસી લોકો જયારે બીન આદિવાસી લોકોના સંપર્કમાં આવે છે અને બિન આદિવાસી સમાજની સંસ્કૃતિના કેટલાંક તત્વોને સ્વીકારી લેતા હોવાની ઘટના બને છે,જેને ........................કહેવાય છે.

A. પશ્ચિમીકરણ
B. ઓદ્યોગિકરણ
C. પરસંસ્કૃતિકરણ
D. ખાનગીકરણ
Answer» C. પરસંસ્કૃતિકરણ
40.

આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ?

A. વાહનવ્યવહાર અને સંચારમાધ્યમો
B. શિક્ષણ
C. આદિવાસી વિકાસ કાર્યક્રમો
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
41.

આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ?

A. વૈશ્વીકરણ
B. સ્થળાંતર
C. ભારતીય બંધારણ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
42.

પંચાયત ધારામાં સુધારા અનુસાર સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં અનામતપ્રથા અનુસાર સ્ત્રીઓ માટે બેઠકો અને હોદ્દાઓમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે ?

A. એક દ્વિતીયાંશ
B. એક ચતુર્થાશ
C. એક તૃતીયાંશ
D. એક પંચમાંશ
Answer» C. એક તૃતીયાંશ
43.

સ્ત્રી-પુરુષના રાજકીય દરજ્જામાં સમાનતા સિદ્ધ કરવા માટે 1951માં કયો ધારો ઘડવામાં આવ્યો ?

A. મિલકત ધારો
B. હિંદુલગ્ન ધારો
C. વારસા ધારો
D. લોક-પ્રતિનિધિત્વ ધારો
Answer» D. લોક-પ્રતિનિધિત્વ ધારો
44.

માતૃવંશી આદિવાસી સમુદાયોમાં પુરુષો કરતા સ્ત્રીનો ધાર્મિક દરજ્જો કેવો છે ?

A. સમાન
B. અભિન્ન
C. ઊંચો
D. નિમ્ન
Answer» C. ઊંચો
45.

માતૃવંશી આદિવાસી સમુદાયોમાં જમીન અને મિલકતની સંચાલકીય સત્તા કોણ ધરાવે છે ?

A. જાતિપંચ
B. સ્ત્રી-પુરુષ બંને
C. સ્ત્રી
D. પુરૂષ
Answer» D. પુરૂષ
46.

ભારતમાં આદિવાસી સમાજમાં કેટલા ટકાથી વધુ આદિજાતિ માતૃવંશી છે ?

A. 9
B. 3
C. 20
D. 10
Answer» B. 3
47.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સંતોષકારક સ્થિતિને ____________ કહેવાય.

A. આરોગ્ય
B. રોગગ્રસ્તતા
C. અપેક્ષિત આયુષ્ય
D. સ્વચ્છતા
Answer» A. આરોગ્ય
48.

2011ની વસ્તી ગણતરી અનુસાર,ભારતની વસ્તીમાં દર એક હજાર પુરુષઓ સ્ત્રીઓની સંખ્યા કેટલી ?

A. 943
B. 933
C. 972
D. 843
Answer» A. 943
49.

વસ્તીમાં દર એક હજાર પુરુષદીઠ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય ?

A. સ્ત્રી-પુરૂષ પ્રમાણ
B. Sex-Ratio
C. લિંગ-પ્રમાણ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
50.

આદિવાસી સ્ત્રીઓના દરજ્જાના ખ્યાલમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

A. હક્કો
B. તકો
C. સ્વાયત્તતા
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.