73
65.3k

[ગુજરાતી] Sociology Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

સમગ્ર સમાજ વ્યવસ્થાના સફળ સુવ્યવસ્થિત સંચાલન અને અસ્તિત્વ માટે કોણ અગત્યનો આધાર પૂરો પાડે છે ?

A. કુટુંબ સંસ્થા
B. લગ્ન સંસ્થા
C. ધાર્મિક સંસ્થા
D. રાજકીય સંસ્થા
Answer» A. કુટુંબ સંસ્થા
2.

કર્મવાદ , એકેશ્વરવાદ કે અનેકેશ્ર્વરવાદ એ કોની વિચારસરણી છે . ?

A. કુટુંબ સંસ્થાની
B. રાષ્ટ્રવાદની
C. ધર્મની
D. રાજ્યની
Answer» C. ધર્મની
3.

સામાજિક નિયંત્રણની પ્રક્રિયા માં સામાજિક સંસ્થાઓ કેવો ભાગ ભજવે છે ?

A. વિકેન્દ્રીય
B. કેન્દ્રીય
C. ધોરણત્મક
D. મૂલ્યાત્મક
Answer» B. કેન્દ્રીય
4.

પોતાની જ્ઞાતિ બહાર કરવામાં આવતા લગ્નને કેવા લગ્ન કહેવામાં આવે છે ?

A. અંતર્લગ્ન
B. બહિર્લગ્ન
C. આતર જ્ઞાતિ લગ્ન
D. કોઈ પણ નહિ
Answer» C. આતર જ્ઞાતિ લગ્ન
5.

ભાઈ - બહેનના સંતાનો વચ્ચે ના લગ્ન કેવા ગણાય છે ?

A. કઝિન મેરેજ
B. સાટા લગ્ન
C. અનુલોમ લગ્ન
D. કોઈ પણ નહીં
Answer» A. કઝિન મેરેજ
6.

કોણે સામાજિક સંસ્થાને " અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે ?

A. ગિલ્બર્ટ
B. જ્હોન્સન
C. હોર્ટન અને હન્ટ
D. કિંગ્સલે ડેવિસ
Answer» B. જ્હોન્સન
7.

ધર્મ , લગ્ન , કુટુંબ , જ્ઞાતિ એ શાના ઉદાહરણ છે ?

A. સામાજિક મૂલ્યો
B. સામાજિક સંસ્થાઓ
C. સામાજિક ધોરણો
D. સામાજિક ખંડિય ખંડો
Answer» B. સામાજિક સંસ્થાઓ
8.

કૌટુંબિક વિઘટન એટલે શું ?

A. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકે છે .
B. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી .
C. એ અને બી બંને સાચા .
D. ઉપરોક્ત કોઈ પણ નહીં
Answer» B. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી .
9.

સામાજિક અસમાનતાની વ્યવસ્થા ભારતમાં શાના પાયા ઉપર રચાયેલ છે ?

A. વર્ગના પાયા ઉપર
B. સમૂહના પાયા ઉપર
C. જ્ઞાતિ ના પાયા ઉપર
D. કોઈ પણ નહીં
Answer» C. જ્ઞાતિ ના પાયા ઉપર
10.

કોના મતે " સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલિકા છે . "

A. મેકાઈવર પેજ
B. જોહન્સન
C. ગિલ્બર્ટ
D. હોર્ટન અને હન્ટ
Answer» C. ગિલ્બર્ટ
11.

" માનવજરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સંસ્થા કહેવાય . "

A. જહોન્સન
B. હોર્ટન અને હન્ટ
C. કિંગ્સલે ડેવિસ
D. મેકાઈવર અને પેજ
Answer» B. હોર્ટન અને હન્ટ
12.

સામાજિક સંસ્થાના કાર્યો કયા કયા છે ?

A. માનવ જરૂરિયાતોનીપરિપૂર્તિ
B. સામાજિક નિયંત્રણ
C. માર્ગદર્શન
D. ઉપરોક્ત બધા જ
Answer» D. ઉપરોક્ત બધા જ
13.

સામાજિક સંસ્થા ના આવશ્યક તત્વો કયા કયા છે ?

A. વલણ અને વર્તન ની ઢબ
B. સાંસ્કૃતિક પ્રતીકો
C. વર્તનના ધોરણો
D. ઉપરોક્ત બધા જ
Answer» D. ઉપરોક્ત બધા જ
14.

એક સંસ્થા શાનાથી બને છે ?

A. કર્તાઓ અને જૂથો
B. નિયમો અને પદ્ધતિઓ
C. મૂલ્યો અને ધોરણો
D. ઉપરના બધા જ
Answer» B. નિયમો અને પદ્ધતિઓ
15.

વર્તનના અલિખિત પ્રતિમાનો સંબંધિત નજીકનો શબ્દ આપો .

A. મૂલ્યો
B. કાયદો
C. ધોરણો
D. સંસ્કૃતિ
Answer» C. ધોરણો
16.

મૂલ્યોથી શું તાત્પર્ય છે ?

A. આદર્શ
B. વર્તનનો પરંપરાધિકાર
C. સામાજિક ધોરણ અનુમતિ
D. સામાજિક અપેક્ષાઓ
Answer» C. સામાજિક ધોરણ અનુમતિ
17.

નીચેનામાંથી સામાજિક સંસ્થાનું સમુચિત ઉદાહરણ કયું છે ?

A. બજાર
B. મજુર મંડળ
C. રાજનૈતિક પક્ષ
D. બિન સરકારી સંગઠન
Answer» A. બજાર
18.

નીચેનામાંથી સામાજિક સંસ્થાનુ ઉદાહરણ કયું છે ?

A. ગામ
B. શહેર
C. આદિવાસી
D. ધર્મ
Answer» D. ધર્મ
19.

નીચેનામાંથી કઈ સંસ્થા નથી ?

A. લગ્ન
B. ધર્મ
C. કુટુંબ
D. ખિસ્સું કાપવું
Answer» D. ખિસ્સું કાપવું
20.

કોના મતે આપણે સંસ્થાઓથી નહીં પરંતુ સમિતિઓ થી સંબંધિત હોઈયે છીએ ?

A. ઓગબર્ન
B. સધરલેન્ડ
C. જોહનસન
D. મેકાઈવર
Answer» D. મેકાઈવર
21.

સામાજિક ધોરણોને કોણ નિર્ધારિત કરે છે ?

A. સમાજ
B. ધર્મ
C. રાજ્ય
D. ઉપરનામાંથી કોઈ નહીં
Answer» A. સમાજ
22.

કુટુંબ આજીવિકા ચલાવવા માટે કયા કાર્યો કરે છે ?

A. સામાજિક કાર્યો
B. ધાર્મિક કાર્યો
C. આર્થિક કાર્યો
D. સાંસ્કૃતિક કાર્યો
Answer» C. આર્થિક કાર્યો
23.

બાળકોની સુષુપ્ત શક્તિઓ કઈ રીતે જાગૃત થાય છે ?

A. કુટુંબના સ્પર્શથી
B. ધર્મના સ્પર્શી
C. કાયદના સ્પર્શથી
D. કોઈ પણ નહીં
Answer» A. કુટુંબના સ્પર્શથી
24.

નીચેનામાંથી જ્ઞાતિ ના લક્ષણો કયા છે ?

A. હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન
B. કોટીક્રમ
C. લગ્ન પરના પ્રતિબંધો
D. ઉપર ના બધા જ
Answer» D. ઉપર ના બધા જ
25.

કોના મતે હિંદુ સમાજવ્યવસ્થામાં વર્ણ માત્ર સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ છે ?

A. એસ સી દુબે
B. ડો . ધૂર્યે
C. એમ.એન.શ્રીનિવાસ
D. કારન્થ
Answer» A. એસ સી દુબે
26.

કઈ સંસ્થા શિક્ષા અને દંડની સત્તા ધરાવે છે ?

A. રાજકીય સંસ્થા
B. આર્થિક સંસ્થા
C. કુટુંબ સંસ્થા
D. ધાર્મિક સંસ્થા
Answer» A. રાજકીય સંસ્થા
27.

આજે એક મહત્ત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં એક યા બીજી રીતે જોવા મળી છે .

A. જ્ઞાતિ સંસ્થા
B. કુટુંબ સંસ્થા
C. લગ્ન સંસ્થા
D. કોઈ પણ નહીં
Answer» A. જ્ઞાતિ સંસ્થા
28.

બાળકના જન્મથી મૃત્યુ સુધી કઈ પ્રક્રિયા સતત કુટુંબમાં ચાલે છે ?

A. પ્રતિષ્ઠાની
B. શિક્ષણની
C. સમાજીકરણની
D. ઉપરોક્ત બધા જ
Answer» C. સમાજીકરણની
29.

કુટુંબ કોના માટે કાર્યો કરતું હોય છે ?

A. વ્યક્તિ માટે
B. સમાજ માટે
C. એ અને બી બંને સાચા .
D. કોઈ પણ નહીં .
Answer» C. એ અને બી બંને સાચા .
30.

કુટુંબનું સભ્યપદ કેવી રીતે મળે છે ?

A. જન્મથી
B. સ્વપ્રયત્નોથી
C. લગ્ન થી
D. કોઈ પણ નહીં
Answer» A. જન્મથી
31.

હિન્દુ સાંખ્ય દર્શનમાં વર્ણ શબ્દોનો ઉપયોગ શાના અર્થમાં કરવામાં આવ્યો છે ?

A. રંગના
B. ઊંચનીચના
C. એ અને બી બંને .
D. કોઈ પણ નહીં
Answer» A. રંગના
32.

હિન્દુ સાંખ્ય દર્શનમાં બ્રાહ્મણોને કેવા રંગના ગણવામાં આવ્યા છે ?

A. લાલ રંગના
B. પીળા રંગના
C. શ્યામ રંગીલા
D. ગોરા રંગના
Answer» D. ગોરા રંગના
33.

કૌટુંબિક વિઘટનના કારણો કયા કયા છે ?

A. સામાજિક રચનામાં પરિવર્તન
B. કૌટુંબિક કાર્યોમાં પરિવર્તન
C. ભૂમિકા સબંધી કારણ
D. એ બી અને સી ત્રણે સાચા
Answer» D. એ બી અને સી ત્રણે સાચા
34.

કાર્યવાદિ અભિગમથી કુટુંબના વિશ્લેષણમાં કેટલી બાબતો જોવા મળે છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» C. ત્રણ
35.

સ્થાનિક કે પ્રાદેશિક કક્ષાએ જે જ્ઞાતિ આર્થિક અને રાજકીય વર્ચસ્વ ધરાવતી હોય તેવી જ્ઞાતિને કઈ જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે .

A. પ્રભાવી જ્ઞાતિ
B. બિન પ્રભાવી જ્ઞાતિ
C. નિમ્ન જ્ઞાતિ
D. ઉચ્ચ જ્ઞાતિ
Answer» A. પ્રભાવી જ્ઞાતિ
36.

લગ્નને સ્ત્રી અને પુરુષ વચ્ચેના " અંગત સંબંધ " તરીકે કોણ પરિભાષિત કરે છે ?

A. વેસ્ટરમાર્ક
B. બ્લડ નામનો સમાજશાસ્ત્રી
C. પેટ્રિશિયા ઉબેરોઈ
D. કોઈ પણ નહીં .
Answer» B. બ્લડ નામનો સમાજશાસ્ત્રી
37.

મુસ્લિમોમાં લગ્નને શાના અર્થમાં સમજવામાં આવ્યું છે ?

A. સંસ્કારના
B. કરારના
C. એ અને બી બંને
D. કોઈ પણ નહીં.
Answer» B. કરારના
38.

કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે ?

A. પારસી સમાજ
B. મુસ્લિમ સમાજ
C. હિંદુસમાજ
D. ખ્રિસ્તી સમાજ
Answer» C. હિંદુસમાજ
39.

કયુ કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે ?

A. કેન્દ્રીય કુટુંબ
B. સંયુક્ત કુટુંબ
C. પિતૃસત્તાક કુટુંબ
D. માતૃસત્તાક કુટુંબ
Answer» A. કેન્દ્રીય કુટુંબ
40.

મા – બાપ અને બાળકો ભાઈ - બહેન પતિ - પત્ની વચ્ચેના સંબંધો સંબંધોની કઈ શ્રેણીના સંબંધો તરીકે ઓળખવામાં આવે છે ?

A. પ્રથમ શ્રેણીના સગાઈ સંબંધો
B. દ્વિતીય શ્રેણીના સગાઈ સબંધો
C. તૃતીય શ્રેણીના સગાઈ સંબંધો
D. ઉપર માંથી કોપણ નહીં .
Answer» A. પ્રથમ શ્રેણીના સગાઈ સંબંધો
41.

સમાજની અંદર સાંસ્કૃતિક વારસાનું સંક્રમણ કરવામાં કોણ મહત્વનો ફાળો આપે છે ?

A. ધર્મ
B. શિક્ષણ
C. અર્થ
D. રાજ્ય
Answer» B. શિક્ષણ
42.

ભારતમાં કાયદાની રીતે લગ્નની ઉંમર છોકરીઓ માટે કેટલા વર્ષ અને છોકરાઓ માટે કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?

A. 18 અને 21
B. 17 અને 20
C. 22 કેઅને 22.
D. 16 અને 23
Answer» A. 18 અને 21
43.

આઈ.પી.દેસાઈ કયા શહેર નો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અંગેનો અભ્યાસ કર્યો હતો ?

A. સુરત
B. મહુવા
C. બારડોલી
D. વેડછી
Answer» B. મહુવા
44.

હિન્દુઓમાં પોતાના જ varanam લગ્ન કરવાની પ્રથાને શું કહેવાય ?

A. અનુલોમ
B. પ્રતિલોમ
C. કુલીનશાહી
D. સમલોમ
Answer» D. સમલોમ
45.

પંજાબમાં હિન્દુઓનો કોની સાથે લગ્ન સંબંધ જોવા મળે છે ?

A. શીખો
B. મુસ્લિમો
C. ખિસ્તીઓ
D. જૈનો
Answer» A. શીખો
46.

હિન્દુઓમાં લગ્નનો પ્રથમ ઉદ્દેશ કયો છે ?

A. ધર્મ
B. પ્રજા
C. રતી
D. કોઈ પણ નહીં.
Answer» A. ધર્મ
47.

પોતાની પત્ની અને બાળકો હોય તે જ સંપૂર્ણ પુરુષ " આવું કોણે કહ્યુ ?

A. ડો. રાધાકૃષ્ણ
B. ગાંધીજી
C. જવાહરલાલ નેહરુ
D. મનુ ભગવાન
Answer» D. મનુ ભગવાન
48.

કુટુંબ ની ઉત્પતિ ના મુખ્ય કારણો ક્યાં છે ?

A. સ્ત્રી પુરુષની જાતીય કામનાની પરિપૂર્તિ .
B. વંશ વૃદ્ધિ
C. સંતતી પ્રેમ .
D. ઉપરોક્ત બધા જ
Answer» D. ઉપરોક્ત બધા જ
49.

કુટુંબ એ પ્રજનન અને બાળ ઉછેર માટેની પ્રમાણભૂત કાયદેસરની અને નિયમબધ્ધ કાર્યપણાલિકા છે " આ વિધાન કોનું છે ?

A. રોબર્ટ બસ્ટિર્ડટ
B. યંગ અને મેક
C. એ.એમ. શાહ .
D. ડો. તારા પટેલ
Answer» A. રોબર્ટ બસ્ટિર્ડટ
50.

યુવતીના લગ્ન તેના કુળ કરતા સામાજિક પ્રતિષ્ઠા ની દ્રષ્ટિએ ઊંચ ગણાતા કુળના પુરુષ સાથે કરવામાં આવે તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે ?

A. પિતરાઈ લગ્ન
B. કુલીન શાહી
C. પ્રતિલોમ લગ્ન
D. અનુલોમ લગ્ન
Answer» C. પ્રતિલોમ લગ્ન

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.