80
64.9k

60+ [ગુજરાતી] Problems of Women Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

સ્ત્રીની ગૃહિણી તરીકેની એક ભૂમિકા અને વ્યાવસાયિક ક્ષેત્રે કામદાર તરીકેની બીજી ભૂમિકા એટલે....

A. સામાજિક ભૂમિકા
B. આર્થિક ભૂમિકા
C. રાજકીય ભૂમિકા
D. સ્ત્રીની બેવડી ભૂમિકા
Answer» D. સ્ત્રીની બેવડી ભૂમિકા
2.

સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકાનો બીજો પર્યાય શબ્દ.....

A. Job Role
B. Work Role
C. Home Role
D. Daul Role
Answer» C. Home Role
3.

સ્ત્રીની વ્યાવસાયિક ક્ષેત્રે કામદાર કે કર્મચારી તરીકેની બીજી ભૂમિકા એટલે કે વ્યાવસાયિક ભૂમિકાનો બીજો પર્યાય શબ્દ....

A. Home Role
B. Work Role
C. First Role
D. No Role
Answer» B. Work Role
4.

સ્ત્રીની ગૃહિણી તરીકેની અને કર્મચારી તરીકેની એમ બેવડી ભૂમિકા સ્ત્રી માટે કઈ સ્થિતિ પેદા કરે છે ?

A. ભૂમિકા સંઘર્ષની
B. દરજ્જા સંઘર્ષની
C. આર્થિક સંઘર્ષની
D. એક પણ નહીં
Answer» A. ભૂમિકા સંઘર્ષની
5.

ગૃહકાર્યની સાથે નોકરી કરતી સ્ત્રીઓ માટે તેમની ભૂમિકાઓ કેવી પ્રવૃત્તિઓ છે ?

A. પૂર્ણસમયની પ્રવૃતિઓ
B. ખંડસમયની પ્રવૃતિઓ
C. સેવાકીય પ્રવૃતિઓ
D. નવરાશની પ્રવૃતિઓ
Answer» A. પૂર્ણસમયની પ્રવૃતિઓ
6.

સ્ત્રી શિક્ષણ, નવી વ્યાવસાયિક તકો, સમાનતા અને સ્વાતંત્ર્યના મૂલ્યોનો વિકાસ, આર્થિક જરૂરિયાત, ઊંચા દરજ્જાની ઈચ્છા, સ્ત્રીની આર્થિક સ્વાતંત્ર્ય અને સલામતીની ઇચ્છા અને ફાજલ સમયનો ઉપયોગ.... પરિબળો શેનું સર્જન કરે છે ?

A. સ્ત્રીની માતા તરીકેની ભૂમિકાનું
B. સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનું
C. સ્ત્રીની પત્ની તરીકેની ભૂમિકાનું
D. સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકાનું
Answer» B. સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનું
7.

સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક ઇચ્છનીય,હેતુપૂર્વકની,અપેક્ષિત અસરો પડે તેને કેવી અસરો કહેવાય ?

A. સંખ્યાત્મક
B. નકારાત્મક
C. હકારાત્મક
D. ગુણાત્મક
Answer» C. હકારાત્મક
8.

સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક અનિચ્છનીય , વિપરીત કે વિકાર્યત્મ્ક અસરો પડે તેને કેવી અસરો કહેવાય ?

A. સંખ્યાત્મક
B. ગુણાત્મક
C. હકારાત્મક
D. નકારાત્મક
Answer» D. નકારાત્મક
9.

(1) કૌટુંબિક સંબંધમાં વિક્ષેપ
(2) બાળઉછેરમાં વિક્ષેપ
(3) તંગદિલીનો અનુભવ
(4) દાંપત્યજીવન પર અસર ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?

A. હકારાત્મક
B. અપેક્ષિત
C. ઇચ્છનીય
D. નકારાત્મક
Answer» D. નકારાત્મક
10.

(1) કૌટુંબિક સંઘર્ષ
(2) કૌટુંબિક અસ્થિરતા
(3) સ્ત્રીના માનસિક જીવન પર અસર
(4) સ્ત્રીઓને અપરાધભાવની અનુભૂતિ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?

A. હકારાત્મક
B. અપેક્ષિત
C. નકારાત્મક
D. ઇચ્છનીય
Answer» C. નકારાત્મક
11.

(1) કુટુંબમાં તંગદીલી
(2) કુટુંબના સભ્યો વચ્ચે ભેદભાવ
(3) મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ
(4) થાકને કારણે સ્ત્રીના આરોગ્ય પર અસર...
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?

A. વિકાર્યાત્મ્ક
B. અનિચ્છનીય
C. નકારાત્મક
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
12.

(1) સ્ત્રીના સામાજિક દરજ્જામાં સુધારો
(2) સ્ત્રીના દરજ્જામાં સમાનતાલક્ષી પરિવર્તન
(3) નાના કુટુંબનો સ્વીકાર
(4) કુટુંબના જીવનધોરણમાં સુધારો....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?

A. હકારાત્મક
B. નકારાત્મક
C. અનપેક્ષિત
D. વિકાર્યાત્મ્ક
Answer» A. હકારાત્મક
13.

(1) કુટુંબનિયોજનને ઉત્તેજન
(2) શૈક્ષણિક વિકાસ
(3) આર્થિક વિકાસ
(4) સામાજિક વિકાસને ઉત્તેજન....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર પડેલી કેવી અસરો છે ?

A. અનિચ્છનીય
B. ઇચ્છનીય
C. વિકાર્યાત્મ્ક
D. નકારાત્મક
Answer» B. ઇચ્છનીય
14.

(1) સ્ત્રીની આત્મનિર્ભરતા
(2) સ્ત્રીઓ પ્રત્યે બદલાયેલો સમાજનો દ્રષ્ટિકોણ
(3) સ્ત્રીઓમાં સામાજિક-રાજકીય જાગૃતિનો વિકાસ
(4) સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ?

A. વિકાર્યાત્મ્ક
B. નકારાત્મક
C. હકારાત્મક
D. મિશ્રિત
Answer» C. હકારાત્મક
15.

(1) કૌટુબીક અને સામાજિક દરજ્જામાં સુધારો (2) સ્ત્રીની લગ્નવયમાં વધારો (3) સ્ત્રી - સંગઠનોની પ્રવૃત્તિઓનો વિકાસ (4) સ્ત્રીઓમાં નવા મૂલ્યોનો વિકાસ.... વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ?

A. સંખ્યાત્મક
B. અનિચ્છનીય
C. નકારાત્મક
D. હકારાત્મક
Answer» D. હકારાત્મક
16.

" રોગો અને ખોડખાંપણનો અભાવ તેમજ શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંતોષજનક સ્થિતિ એટલે ____________ ."

A. શિક્ષણ
B. આરોગ્ય
C. વ્યવસાય
D. કુટુંબ
Answer» B. આરોગ્ય
17.

બાળમરણ,માતૃમરણ,કુપોષણ,ચેપી-બિનચેપી રોગો,ખોરાક અને પાણીજન્ય રોગોનું ઊંચું પ્રમાણ,વ્યાપક ગંદકી વગેરે બાબતો શું દર્શાવે છે ?

A. નીચું શિક્ષણ સ્તર
B. નીચું આરોગ્ય સ્તર
C. નીચું ભૌતિક સ્તર
D. નીચું વ્યાવસાયિક સ્તર
Answer» B. નીચું આરોગ્ય સ્તર
18.

દૈનિક 2300 થી 2400 કેલેરી મળી રહે એટલો અને એવો ખોરાક એટલે ______________ .

A. ઉચ્ચ આહાર
B. મધ્યમ આહાર
C. સમતોલ આહાર
D. નિમ્ન ખોરાક
Answer» C. સમતોલ આહાર
19.

ઈ.સ. 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં દર હજાર પુરૂષોએ સ્ત્રીઓનું સંખ્યાપ્રમણ ( જાતીયતા-પ્રમાણ,લિંગ-પ્રમાણ,Sex Ratio ) કેટલું હતું ?

A. 940
B. 972
C. 933
D. 920
Answer» A. 940
20.

વ્યક્તિ , કુટુંબ અને રાષ્ટ્રની સંપત્તિ કઈ છે ?

A. દેશની વસ્તીનું સંતોષકારક આરોગ્યસ્તર
B. માથાદીઠ આવક સૌથી વધુ હોય
C. ઓદ્યોગિક ઉત્પાદન સૌથી વધુ
D. બધા ધાર્મિક હોય
Answer» A. દેશની વસ્તીનું સંતોષકારક આરોગ્યસ્તર
21.

લોહીનું ઊંચું દબાણ , ડાયાબીટીશ અને હ્રદયરોગોનો ભોગ કેવી વ્યક્તિ બને છે ?

A. સતત પ્રવૃત રહેનાર
B. સતત આનંદમાં રહેનાર
C. સતત ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર
D. સતત માનસિક ટેન્શનમાં રહેનાર
Answer» D. સતત માનસિક ટેન્શનમાં રહેનાર
22.

(1) છોકારીઓની નીચી લગ્નવય
(2) વારંવાર પ્રસુતિઓ
(3) નિરક્ષરતા
(4) ગરીબી
(5) અલ્પ પોષણ
(6) ધાર્મિક માન્યતાઓ
(7) છોકરીઓના જન્મ અને ઉછેર તરફ અવગણના અને ઉદાસીનતા....
વગેરે બાબતો સ્ત્રીઓની કઈ સમસ્યાના કારણો છે ?

A. વ્યવસાય સંબંધિત
B. આરોગ્ય સંબંધિત
C. શિક્ષણ સંબંધિત
D. મનોરંજન સંબંધિત
Answer» B. આરોગ્ય સંબંધિત
23.

(1) સ્ત્રીના આરોગ્ય તરફ સમાજની ઉદાસીનતા
(2) સ્ત્રીની પોતાની પોતાના આરોગ્ય પ્રત્યે ઉદાસીનતા
(3) કામના સ્થળે બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ
(4) પુરવઠા વિતરણમાં ખામી અને સ્થળાંતર
(5) નિઃસંતાનપણું અને અપુત્રપણું
(6) ખોરાક,પોષણ તથા આરોગ્ય સંભાળમાં ભેદભાવ
(7) પર્યાવરણ અને સ્વચ્છતાનો પ્રશ્ન ....
વગેરે બાબતો સ્ત્રીઓની કઈ સમસ્યાના કારણો છે ?

A. શિક્ષણ સંબંધિત
B. વ્યવસાય સંબંધિત
C. આરોગ્ય સંબંધિત
D. નવરાશ સંબંધિત
Answer» C. આરોગ્ય સંબંધિત
24.

સંતાનની લિંગ ( Sex ) જૈવિક રીતે કોના દ્વારા નક્કી થાય છે ?

A. સ્ત્રી
B. પુરૂષ
C. માત્ર સ્ત્રી
D. એક પણ નહીં
Answer» B. પુરૂષ
25.

' તબીબી ગર્ભપાત કાનૂન - 1971 ' કાયદો ક્યારેથી અમલમાં આવ્યો ?

A. 1 એપ્રિલ,1972
B. 26 જાન્યુઆરી,1950
C. 15 ઓગષ્ટ,1947
D. 14જાન્યુઆરી,2003
Answer» A. 1 એપ્રિલ,1972
26.

' કુટુંબનું ઉજળું ભવિષ્ય ,સ્વાસ્થ્ય અને સુખાકારી તથા સમૃદ્ધિ એટલે ___________ ."

A. સ્ત્રી કલ્યાણ
B. કુટુંબ નિયોજન
C. બાળ કલ્યાણ
D. કુટુંબ કલ્યાણ
Answer» D. કુટુંબ કલ્યાણ
27.

સ્ત્રીભૃણ હત્યાની અટકાયત અને નિયંત્રિત માટે કાનૂની પગલાં ઉપરાંત ક્યુ અભિયાન શરુ કરવામાં આવ્યું ?

A. પોષણ કાર્યક્રમ
B. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
C. બેટી બચાવો
D. બાળવિકાસ
Answer» C. બેટી બચાવો
28.

ગરીબ ગર્ભવતી સ્ત્રીને સંસ્થાકિય રીતે પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સેવા પૂરી પાડતી યોજના એટલે .........

A. સ્વાસ્થ્ય શિક્ષણ
B. જનની સુરક્ષા યોજના
C. સાર્વત્રિક સુરક્ષિતતા
D. પોષણ કાર્યક્રમ
Answer» B. જનની સુરક્ષા યોજના
29.

બાળકોને રસીથી અટકાવી શકાય તેવા રોગો અટકાવવા બાળકોને જુદી જુદી છ (6) રસીઓ અને ગર્ભવતી સ્ત્રીને પણ અમુક તબક્કે રસી આપવાનો રસીકરણનો કાર્યક્રમ....

A. પોલીઓ રસીકરણ
B. ટીકાકરણ
C. સાર્વત્રિક સુરક્ષિતતા કાર્યક્રમ
D. કોવીડ-19 રસીકરણ
Answer» C. સાર્વત્રિક સુરક્ષિતતા કાર્યક્રમ
30.

પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓના નીચા આરોગ્ય સ્તરને સૂચિત કરતી સમસ્યાઓ એટલે સ્ત્રીઓની ____________ વિષયક સમસ્યાઓ.

A. આરોગ્ય
B. શિક્ષણ
C. વ્યવસાય
D. રાજકીય
Answer» A. આરોગ્ય
31.

વ્યક્તિના સર્વાંગી વિકાસની પ્રક્રિયા એટલે....

A. આરોગ્ય
B. વ્યવસાય
C. રાજકીય
D. શિક્ષણ
Answer» D. શિક્ષણ
32.

" સમાજ જો તેની મોટાભાગની સ્ત્રીઓના શિક્ષણના અધિકારનો અનાદર કરતા હોય તો સ્ત્રીઓનાં સશક્તિકરણ માટેના બીજા બધા પગલાં નિરર્થક બની રહે છે."-એવું કહેનાર...

A. ડૉ.પ્રમિલા કપૂર
B. નંદિતા સૈકિયા
C. ડૉ.યોગેન્દ્રસિંહ
D. ડૉ.નીરા દેસાઈ
Answer» C. ડૉ.યોગેન્દ્રસિંહ
33.

(1) સ્ત્રી શિક્ષણનો ધીમો વિકાસ (2) સ્ત્રીઓમાં વ્યાપક નીરક્ષ્રરતા (3) સ્ત્રી શિક્ષણની નીંચી ક્ક્ષા (4) ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું નિમ્ન પ્રમાણ (5) અધવચ્ચે શાળા છોડી દેવાનું ઊચું પ્રમાણ (6) સહશિક્ષણમાં સ્ત્રીઓની સમસ્યાઓ (7) સ્ત્રી-પુરૂષ શિક્ષણ પ્રમાણમાં વિષમતા... વગેરે બાબતો સ્રીઓની કઈ સમસ્યાઓનો નિર્દેશ કરે છે ?

A. આર્થિક
B. શૈક્ષણિક
C. કૌટુબીક
D. ધાર્મિક
Answer» B. શૈક્ષણિક
34.

2011ની વસ્તીગણતરી અનુસાર,ભારતમાં પુરુષોમાં સાક્ષરતાદર 87 %થી વધુ હતો, જયારે સ્ત્રીઓમાં સાક્ષરતા દર ________ થી વધુ થવા પામ્યો છે.

A. 0.6
B. 0.7
C. 0.8
D. 0.9
Answer» B. 0.7
35.

સ્નાતક અને અનુસ્નાતક ક્ક્ષાએ શિક્ષણ મેળવતા કુલ વિદ્યાર્થીઓમાં પુરૂષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ________ જેટલું ઓછું છે ?

A. 0.2
B. 0.3
C. 0.4
D. 0.5
Answer» A. 0.2
36.

પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ તમામ કક્ષાએ અધવચ્ચે શિક્ષણ છોડી દેવાનું પ્રમાણ ( Drop out ratio ) છોકરા કરતા છોકરીઓમાં _______ જોવા મળે છે.

A. સૌથી ઓછું
B. મધ્યમ
C. ઓછું
D. વધુ
Answer» D. વધુ
37.

ભારતમાં
(1) સ્ત્રી શિક્ષણ અંગે પરંપરાગત મૂલ્યોનું સાતત્ય
(2) નાની વયે લગ્ન
(3) પુત્રનું વિશેષ મહત્વ
(4) સ્ત્રી-પુરૂષ વચ્ચેની સામાજિક અલગતાનો ખ્યાલ
(5) ગરીબી
(6) ઝડપી વસ્તીવૃદ્ધિ
(7) ગ્રામીણ સમાજનું વ્યાવસાયિક માળખું
(8) સ્ત્રી શિક્ષણ પ્રત્યે સમાજની ઉદાસીનતા
(9) સ્ત્રી શિક્ષણનો આર્થિક-ઉત્પાદન ક્ષેત્રોમાં ઓછો ઉપયોગ....
ઉપરોક્ત બધા પરિબળો શું દર્શાવે છે ?

A. સ્ત્રીઓની વ્યાવસાયિક સમસ્યાઓના કારણો
B. સ્ત્રીઓની આર્થિક સમસ્યાઓના કારણો
C. સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો
D. સ્ત્રીઓની કૌટુબીક સમસ્યાઓના કારણો
Answer» C. સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો
38.

નીરક્ષરતા કોની સાથે સંકળાયેલ છે ?

A. અજ્ઞાન
B. અંધશ્રદ્ધા
C. વહેમો
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
39.

વ્યક્તિ-સ્વાતંત્ર્ય, લોકશાહી,બિનસાંપ્રદાયિકતા,સામાજિક ન્યાય અને સમાનતા વગેરે કેવા મૂલ્યો છે ?

A. પરંપરાગત
B. આધુનિક
C. રૂઢીવાદી
D. મિશ્રિત
Answer» B. આધુનિક
40.

(1) સર્વશિક્ષા અભિયાન
(2) કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના
(3) શિક્ષણ સંસ્થાઓમાં વૃદ્ધિ
(4) મહિલા સામખ્ય યોજના
(5) મધ્યાહન ભોજન યોજના
(6) ગર્લ્સ હોસ્ટેલની સુવિધા
(7) રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન...
વગેરે બાબતો શું દર્શાવે છે ?

A. સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ નિવારવાના ઉપાયો
B. સ્ત્રીઓની શારીરિક સમસ્યાઓ નિવારવાના ઉપાયો
C. સ્ત્રીઓની માનસિક સમસ્યાઓ નિવારવાના ઉપાયો
D. સ્ત્રીઓની કૌટુબીક સમસ્યાઓ નિવારવાના ઉપાયો
Answer» A. સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ નિવારવાના ઉપાયો
41.

(1) પ્રૌઢશિક્ષણ અને સાક્ષરતા અભિયાન
(2) શ્રમિક વિદ્યાલય
(3) મફત કન્યાકેળવણી
(4) શિષ્યવૃત્તિઓ
(5) સ્ત્રી શિક્ષણના સંક્ષિપ્ત અભ્યાસક્રમો
(6) કિશોરી શક્તિ યોજના
(7) વર્કિંગ વુમેન હોસ્ટેલ ...
વગેરે બાબતો શું દર્શાવે છે ?

A. દહેજ અટકાયત કાર્યક્રમો
B. સમૂહલગ્નના પ્રોત્સાહક પગલાંઓ
C. સ્ત્રી શિક્ષણ વિકાસ માટેનાં ખાસ પગલાંરૂપી કાર્યક્રમો
D. એક પણ નહીં
Answer» C. સ્ત્રી શિક્ષણ વિકાસ માટેનાં ખાસ પગલાંરૂપી કાર્યક્રમો
42.

પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ માટેનો કાર્યક્રમ ......

A. શ્રમિક વિદ્યાલય
B. ગર્લ્સ હોસ્ટેલની સુવિધા
C. વર્કિંગ વુમેન હોસ્ટેલ
D. સર્વશિક્ષા અભિયાન
Answer» D. સર્વશિક્ષા અભિયાન
43.

' કિશોરી શક્તિ યોજના ' ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કોના દ્વારા ચલાવવામાં આવે છે ?

A. પ્રાથમિક શાળા દ્વારા
B. આંગણવાડી કેન્દ્રો દ્વારા
C. હાઈસ્કૂલો દ્વારા
D. કોલેજો દ્વારા
Answer» B. આંગણવાડી કેન્દ્રો દ્વારા
44.

લિંગભેદ સર્જિત અસમાન સત્તાસંબંધો અને ઉપભોક્તાવાદ કઈ સમસ્યાના મૂળભૂત કારણો છે ?

A. સ્ત્રી- હિંસા કે સ્ત્રી-અત્યાચારની
B. ગંદા વસવાટની
C. સ્ત્રી- સશક્તિકરણની
D. વ્હાઈટ કોલર્સ ક્રાઇમ
Answer» A. સ્ત્રી- હિંસા કે સ્ત્રી-અત્યાચારની
45.

ગર્ભસ્થ ભ્રૂણનું લિંગ જો સ્ત્રી હોય તો કરવામાં આવતા ગર્ભપાતને શું કહેવાય ?

A. આત્મહત્યા
B. PNDT
C. MTPA
D. સ્ત્રી-ભ્રૂણહત્યા
Answer» D. સ્ત્રી-ભ્રૂણહત્યા
46.

પ્રો.ચંદ્રિકા રાવલ અને પ્રો.શૈલજા ધ્રુવના મતાનુસાર, " ગર્ભમાંથી ફલિત થતા સ્ત્રી બાળકનો જન્મ થતા પહેલા હેતુપૂર્વકની તેની હત્યા કરવી એટલે _______________ . "

A. બાળહત્યા
B. સ્ત્રી-ભ્રૂણહત્યા
C. સ્યુસાઇડ
D. આત્મહત્યા
Answer» B. સ્ત્રી-ભ્રૂણહત્યા
47.

(1) પુત્રના ધાર્મિક અને સામાજિક મહત્વની પરંપરા (2) તબીબી ગર્ભપાત કાનૂનનો દુરુપયોગ (3) દહેજપ્રથા (4) અધિલગ્ન પ્રથા (5) પિતૃપ્રધાનતા... વગેરે શેના કારણો છે ?

A. બેકારીના
B. શહેરીકરણના
C. સ્ત્રી-ભ્રૂણહત્યાના
D. ઔઘોગિકીકરણના
Answer» C. સ્ત્રી-ભ્રૂણહત્યાના
48.

(1) સ્ત્રી પર શારીરિક-માનસિક અસરો (2) વસ્તીમાં સ્ત્રી-પુરૂષ પ્રમાણમાં વિષમતા (3) લગ્નસંસ્થા પર અસર (4) કુટુંબ અને સગપણ સંબંધો પર અસરો (5) સ્ત્રી અત્યાચારોમાં વધારો...વગેરે સ્ત્રી-ભ્રૂણહત્યાની કેવી અસરો છે ?

A. વિપરીત
B. વિકાર્યાત્મ્ક
C. નકારાત્મક
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
49.

સ્ત્રી-ભ્રૂણહત્યાની સમસ્યાના નિવારવાના ઉપાય...

A. કાનૂની નિયંત્રણ
B. બેટી બચાવો આંદોલન
C. લોક શિક્ષણ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
50.

' દૂધ પીતી ' ના રીવાજ દ્વારા બાલિકાહત્યાનો રીવાજ ક્યા યુગમાં વિકસ્યો હતો ?

A. પ્રાચીનયુગ
B. મધ્યયુગ
C. અર્વાચીન યુગ
D. આધુનિક યુગ
Answer» B. મધ્યયુગ

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.