68
66k

[ગુજરાતી] Rural and Urban Sociology Solved MCQs

These multiple-choice questions (MCQs) are designed to enhance your knowledge and understanding in the following areas: Bachelor of Arts (BA) .

1.

ગ્રામીણ સમાજની મુખ્ય લાક્ષણિકતામાં કોનો સમાવેશ થતો નથી ? 

A. વસ્તીનું નાનું કદ
B. અનેકવિધતા
C. ઓછી ઘનતા
D. કૃષિવ્યવસાય
Answer» B. અનેકવિધતા
2.

' ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચયાત્મક ગ્રંથ' કોનું પુસ્તક છે ? 

A. પ્રો.ચિતાંબર
B. બર્ફીલ્ડ
C. નેલ્સ એડરસન 
D. એક પણ નહિ
Answer» A. પ્રો.ચિતાંબર
3.

ગ્રામીણ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં કોનો સમાવેશ થાય છે ? 

A. ગ્રામીણ સમુદાય
B. ગ્રામીણ રચનાતંત્ર
C. સમુદાય વિકાસ યોજના
D. બધા જ
Answer» D. બધા જ
4.

ભારતમાં નગરના સામાજિક –આથિક સર્વેક્ષણના પ્રણેતા ? 

A. ડી.આર.ગાડગીલ
B. મજૂમદાર
C. પ્રો.ચિતાંબર
D. એક પણ નહિ
Answer» A. ડી.આર.ગાડગીલ
5.

રાંચી શહેરનો અભ્યાસ કોણે કર્યો છે ? 

A. એલ.પી.વિદ્યાર્થી
B. ડી.આર.ગાડગીલ
C. મજૂમદાર
D. ડો.એ.આર.દેસાઇ
Answer» A. એલ.પી.વિદ્યાર્થી
6.

"નગર સમાજશાસ્ત્ર નગર જીવનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."... કોના મતે? 

A. નેલ્સ એડરસન
B. ગ્રીન્સબર્ગ
C. હેટ અને રીઝ
D. એક પણ નહી
Answer» C. હેટ અને રીઝ
7.

શહેરની આંતરિક રચનામાં કયા વસ્તીશાસ્ત્રીય પાસાનો સમાવેશ થાય છે ? 

A. વસ્તીનું કદ
B. બંધારણ
C. ઘનતા 
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
8.

નગર આયોજનના સમાજશાસ્ત્રીય પાસા કોણે સ્પષ્ટ કર્યા છે ? 

A. પેટ્રિક ગિર્ડિંગ્સ
B. ઉન્નીથન
C. પ્રો.ચિતાંબર
D. લૂઈવર્થ
Answer» B. ઉન્નીથન
9.

"અભિગમ એ વસ્તુને જોવાની રીત છે.".... કોના મતે? 

A. ઉન્નિથન
B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ
C. પેટ્રિક ગિર્ડિંગ્સ
D. ગ્રીન્સબર્ગ
Answer» B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ
10.

ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ક્યા અભીગમોનો સમાવેશ થાય છે ?

A. ગ્રામીણ શહેરી તફાવતનો અભિગમ
B. ગ્રામીણ શહેરીવાદનો અભિગમ 
C. કૃષક અભ્યાસોનો અભિગમ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
11.

લૂઈવર્થે શહેરવાદના કેટલા લક્ષણો દર્શાવ્યા છે ?  

A. 40
B. 50
C. 60
D. 70
Answer» A. 40
12.

“Little Community" --- પુસ્તકના લેખક કોણ ? 

A. ડો.સક્સેના
B. ઓસ્કાર લેવિસ
C. રેડક્લિફ બ્રાઉન
D. લૂઇવર્થ
Answer» C. રેડક્લિફ બ્રાઉન
13.

માનવ પરિસ્થિતિશાસ્ત્રના પ્રણેતા ?

A. ગાલ્પિન
B. પાર્ક 
C. પાર્ક અને બર્ગેસ
D. હેકલ
Answer» C. પાર્ક અને બર્ગેસ
14.

સેક્ટર સિદ્ધાંત કોણે આપ્યો છે ? 

A. હોમર હોયટ
B. બર્ગેસ
C. અક્ષયકુમાર દેસાઇ
D. હરીશ દોશી
Answer» A. હોમર હોયટ
15.

“ ગામડું એક પ્રાદેશિક જૂથ છે.”--- કોના મતે ? 

A. ડો. દુબે
B. શ્રીનિવાસ
C. સોરોકીન
D. મજૂમદાર
Answer» A. ડો. દુબે
16.

ગ્રામીણ સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે ? 

A. નાનું કદ
B. મુખ્ય વ્યવસાય ખેતી
C. ઐક્ય
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
17.

દક્ષિણ ભારતના રામપુરા ગામનો અભ્યાસ કોણે કર્યો છે ? 

A. ડો.ઘુર્યે
B. એમ.એન.શ્રીનિવાસ
C. ડો.દૂબે
D. આઈ.પી.દેસાઈ
Answer» B. એમ.એન.શ્રીનિવાસ
18.

2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શહેરોની સંખ્યા ? 

A. 7742
B. 7427
C. 3000
D. 18000
Answer» A. 7742
19.

મોટું કદ,ગીચ વસ્તી અને અનેકવિધતા -એ ત્રણ શહેરી સમુદાયના ચાવીરૂપ ખ્યાલો કોણે આપ્યા ?

A. લૂઈવર્થ
B. હેટ અને રીઝ
C. બર્ફેડ
D. મજૂમદાર
Answer» A. લૂઈવર્થ
20.

નગર સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ નથી થતો ? 

A. સામાજિક અનેકવિધતા
B. ઓછી ગતિશીલતા
C. દૂરવર્તી સંબંધો
D. વૈયક્તિકિકરણ
Answer» B. ઓછી ગતિશીલતા
21.

નગરોના પ્રકારોનું વર્ગીકરણ શેના આધારે થાય છે ? 

A. વસ્તીનું કદ
B. વહીવટ
C. કાર્યોની સમાનતા અને વિભિન્નતા
D. બધાજ
Answer» D. બધાજ
22.

15000 થી 25000 સુધીના વસ્તીવાળો વિસ્તાર ? 

A. કસબો
B. નગર
C. ગામડું
D. મહાનગર
Answer» A. કસબો
23.

વહીવટી પાયા પર નગરના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ? 

A. તાલુકા મથકના નગરો
B. જિલ્લા મથકોના નગરો
C. ધાર્મિક નગરો 
D. પાટનગર મથકના નગરો
Answer» C. ધાર્મિક નગરો 
24.

નીચેનામાથી ધાર્મિક શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? 

A. દ્વારકા
B. રામેશ્વર
C. કાશી
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
25.

નીચેનામાંથી બંદરનાં શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? 

A. કાલિકટ 
B. કંડલા
C. મુંબઈ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
26.

“નગરીકરણ અને સામાજિક સ્થળાંતર” કોનો અભ્યાસ છે ? 

A. રામક્રિષ્ન મુખર્જી
B. મેલ્સર
C. ડો.સક્સેના
D. સ્મિથ
Answer» A. રામક્રિષ્ન મુખર્જી
27.

નગરવાદની લાક્ષણિક્તામાં કોનો સમાવેશ થાય છે ? 

A. વ્યક્તિવાદ
B. ઔપચારિક નિયંત્રણ
C. યંત્રવત જીવન
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
28.

સ્થળાંતરના મુખ્ય પ્રકાર ક્યા છે ? 

A. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર 
B. આંતરિક સ્થળાંતર
C. A અને B બંને 
D. એકપણ નહિ
Answer» C. A અને B બંને 
29.

એક રાષ્ટ્ર કે દેશમાંથી લોકો અન્ય રાષ્ટ્ર કે દેશમાં વસવાટ કરવા જાય તે ઘટનાને શું કહેવાય ?

A. આંતરિક સ્થળાંતર 
B. આંતર રાષ્ટ્રીય સ્થળાંતર
C. આંતર રાજ્ય સ્થળાંતર 
D. B અને C બંને
Answer» B. આંતર રાષ્ટ્રીય સ્થળાંતર
30.

આંતરિક સ્થળાંતરના પેટા પ્રકારો ક્યા ? 

A. આંતરરાજ્ય સ્થળાંતર
B. ગ્રામીણ-ગ્રામીણ સ્થળાંતર
C. ગ્રામીણ – નગર સ્થળાંતર
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
31.

જયારે લોકો ભારતમાંથી બીજા દેશમાં વસવાટ કરવા જાય તે સ્વરૂપના સ્થળાંતરને અંગ્રેજીમાં શું કહેવાય ?

A. Immigration
B. Internal
C. Emigration
D. Intigration
Answer» C. Emigration
32.

સ્થળાંતર માટેના કારણભૂત પરિબળો ? 

A. વ્યવસાય
B. શિક્ષણ
C. કુટુંબનું સંચરણ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
33.

સ્થળાંતરના પરિણામોમાં કોનો સમાવેશ થતો નથી ? 

A. દરજ્જા સભાનતા
B. શહેરીકરણ
C. ઓછી ગતિશીલતા
D. આર્થિક વિકાસ 
Answer» C. ઓછી ગતિશીલતા
34.

1 હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને શું કહેવાય ? 

A. સીમાંત ખેડૂત
B. નાના ખેડૂત
C. ખેતમજૂર
D. ગણોતિયા
Answer» A. સીમાંત ખેડૂત
35.

પ્રદૂષણનાં મુખ્ય કેટલા પાસા છે ?

A. ચાર
B. બે
C. ત્રણ
D. આઠ
Answer» B. બે
36.

માણસનું ________ સંપત્તિ સર્જનનું સૌથી મહત્વનું સાધન છે.

A. આરોગ્ય
B. અનારોગ્ય
C. બુદ્ધિ
D. પરિશ્રમ
Answer» A. આરોગ્ય
37.

કોના મતાનુસાર ? ,.." શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સંતોષકારક સ્થિતિને આરોગ્ય કહેવાય. "

A. અમેરિકન આરોગ્ય સંસ્થા
B. ભારતીય આયુર્વેદ સંસ્થાન
C. વિશ્વ આરોગ્ય સંગઠન
D. AIMS
Answer» C. વિશ્વ આરોગ્ય સંગઠન
38.

શહેરી સમાજની સમસ્યા કઈ છે? 

A. ગંદા વસવાટ
B. ગુનાખોરી
C. પ્રદૂષણ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
39.

ભારતમાં ગ્રામીણ અને નગર સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓના આરોગ્યનું સ્તર કેવું છે ?

A. ઊચું
B. સમકક્ષ
C. મધ્યમ
D. નીચું
Answer» D. નીચું
40.

આરોગ્યની જાળવણી માટે દૈનિક કેટલી કેલેરીયુક્ત આહાર જરૂરી છે ?

A. 1700 થી 2300
B. 2300 થી 2400
C. 2100 થી 2200
D. 1970
Answer» B. 2300 થી 2400
41.

વેશ્યાવ્યવસાય માટેના કારણો ક્યા ?

A. બાળલગ્ન, અધિલગ્નપ્રથા , દહેજ પ્રથા, દેવદાસીપ્રથા
B. ઉધોગીકરણ,શહેરીકરણ,ગરીબી,
C. ખેતમજૂરી,દેવું,બળાત્કાર,અપહરણ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
42.

ગંદા વસવાટ માટે અન્ય ક્યા શબ્દો ઉપયોગમાં લેવાય છે ?

A. બસ્તી
B. ઝુંપડપટ્ટી
C. Slums
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
43.

એશિયાની ભારતમાં આવેલી સૌથી મોટી ઝુંપડપટ્ટી ?

A. ધારાવી સ્લમ્સ ,મુંબઈ
B. ભલસ્વા સ્લમ્સ,દિલ્હી
C. નોચીકુપ્પમ સ્લમ્સ,ચેન્નઈ
D. બસંતી સ્લમ્સ,કોલકતા
Answer» A. ધારાવી સ્લમ્સ ,મુંબઈ
44.

ચોરીઓ,લૂટફાટ,કરચોરી,નશીલી દવાઓની હેરફેર,ભેળસેળ વગેરે ગુનાઓનો પ્રકાર ?

A. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
B. બાળ અપરાધ
C. મિલકત વિરુદ્ધના ગુનાઓ
D. ધોરણાત્મક વ્યવસ્થા
Answer» C. મિલકત વિરુદ્ધના ગુનાઓ
45.

ખૂન,મારામારી,હુલ્લડ,અપહરણ,બળાત્કાર વગેરે ગુનાઓ ક્યા પ્રકારના છે ?

A. બાળ અપરાધ
B. મિલકત વિરુદ્ધના ગુનાઓ
C. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
D. વ્હાઈટ કોલર ક્રાઇમ્સ
Answer» C. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
46.

સામાન્ય રીતે મિલકત વિરુદ્ધના ગુનાઓ ( વ્હાઈટ કોલર ગુનાઓ ) કોના દ્વારા આચરવામાં આવે છે ?

A. શહેરી ઉચ્ચ વર્ગ
B. વેપારી વર્ગ
C. અધિકારી વર્ગ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
47.

" રોકડ અને વસ્તુના રૂપમાં ઉધાર લેવું,ખરીદવું અને ભવિષ્યમાં વસ્તુ આપવાના બદલામાં અગાઉથી ચૂકવણું મેળવવું તેને ............... કહેવાય."

A. મિલકત
B. દેવું
C. જમીનદારી
D. શાહુકારી
Answer» B. દેવું
48.

ગ્રામીણ ગરીબી માટે જવાબદાર કારણો ?

A. નિરાશાવાદી વલણ
B. નીચી ઉત્પાદકતા
C. વસ્તી વૃદ્ધિ
D. આપેલ તમામ
Answer» D. આપેલ તમામ
49.

ક્યા અર્થશાસ્ત્રીએ બેકારીની વ્યાખ્યા માટે સમય,આવક,કામ કરવાની ઈચ્છા અને ઉત્પાદકતાને માપદંડ તરીકે અપનાવ્યા છે ?

A. પ્રો.રાજકૃષ્ણ
B. પ્રો.ગિલીન
C. પ્રો.મદન ગુરુ મુખરામ
D. પ્રો.ભારદ્વાજ
Answer» A. પ્રો.રાજકૃષ્ણ
50.

બેકારીને વ્યક્તિગત અને કૌટુંબિક વિઘટન સર્જતી પરિસ્થતિ તરીકે ઓળખાવે કોણ છે ?

A. પ્રો.રાજકૃષ્ણ
B. પ્રો.ગિલીન
C. પ્રો.મદન ગુરુ મુખરામ
D. પ્રો.ભારદ્વાજ
Answer» B. પ્રો.ગિલીન

Done Studing? Take A Test.

Great job completing your study session! Now it's time to put your knowledge to the test. Challenge yourself, see how much you've learned, and identify areas for improvement. Don’t worry, this is all part of the journey to mastery. Ready for the next step? Take a quiz to solidify what you've just studied.