સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય Solved MCQs

1.

‘ મર્યાદિત વિષયવસ્તુને લગતું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન ’ એટલે ?

A. સંશોધન યોજના
B. વિજ્ઞાન
C. ઉપકલ્પના
D. કાર્યક્ષેત્ર
Answer» B. વિજ્ઞાન
2.

તટસ્થતા,ચકાસણી,સામાન્યીકરણ અને વૈજ્ઞાનિક વલણએ શેના લક્ષણો છે ?

A. વૈજ્ઞાનિક પદ્ધતિના
B. સંશોધન યોજનાના
C. સામાજિક સુધારણાના
D. સામાજિક પરીવર્તનના
Answer» A. વૈજ્ઞાનિક પદ્ધતિના
3.

વિશાળ અર્થમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં પદ્ધતિસરનું નિરિક્ષણ,વર્ગીકરણ અને માહિતીના અર્થઘટનનો સમાવેશ થાય છે.”... એવું જણાવનાર વિદ્વાન .....

A. જહોન્સન
B. વેસ્ટર માર્ક
C. ગિન્સબર્ગ
D. લુંડબર્ગ
Answer» D. લુંડબર્ગ
4.

ખ્યાલો,ઉપક્લ્પના,પદ્ધતિશાસ્ત્ર અને સિદ્ધાંત ---કોના મૂળભૂત તત્વો છે ?

A. સાહિત્યના
B. વૈજ્ઞાનિક પદ્ધતિના
C. સંશોધન ક્ષેત્રના
D. દસ્તાવેજી સ્ત્રોતના
Answer» B. વૈજ્ઞાનિક પદ્ધતિના
5.

પ્રો.ગોપાલ વૈજ્ઞાનિક પદ્ધતિનાં મુખ્ય કેટલા પ્રકારના સોપાનો દર્શાવે છે ?

A. 1
B. 2
C. 3
D. 4
Answer» B. 2
6.

સામાન્ય રીતે વિજ્ઞાનને પધ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનસંચય ”...તરીકે પરિભાષિત કરનાર વિદ્વાન .

A. જહોન્સન
B. વેસ્ટર માર્ક
C. ગુડે અને હટૃ
D. લુંડબર્ગ
Answer» C. ગુડે અને હટૃ
7.

સિદ્ધાંત અને પદ્ધતિશાસ્ત્રના સંદર્ભમાં વિજ્ઞાનના મહત્વના લક્ષણો દર્શાવનાર વિદ્વાન ?

A. ફ્રાંકિસ
B. વેસ્ટર માર્ક
C. ગુડે અને હટૃ
D. લુંડબર્ગ
Answer» A. ફ્રાંકિસ
8.

નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નથી ?

A. રસાયણશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. ઈતિહાસ
D. માનવશાસ્ત્ર
Answer» A. રસાયણશાસ્ત્ર
9.

‘ પોતાના સમાજ કે જૂથની સંસ્કૃતિ જ શ્રેષ્ઠ તેવી માન્યતા ’....એટલે ........

A. વૈજ્ઞાનિક વલણ
B. ઉદારતાવાદ
C. વસ્તુલક્ષીતા
D. સ્વકેન્દ્રીપણું
Answer» D. સ્વકેન્દ્રીપણું
10.

“ વિજ્ઞાનોનું વિજ્ઞાન ”કોને કહેવામાં આવે છે ?

A. રાજ્યશાસ્ત્ર
B. તર્કશાસ્ત્ર
C. સમાજશાસ્ત્ર
D. માનવશાસ્ત્ર
Answer» B. તર્કશાસ્ત્ર
11.

‘ ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું વિજ્ઞાન ’ એટલે….?

A. રાજ્યશાસ્ત્ર
B. તર્કશાસ્ત્ર
C. સમાજશાસ્ત્ર
D. માનવશાસ્ત્ર
Answer» B. તર્કશાસ્ત્ર
12.

તર્ક્શાસ્ત્રની કઈ પદ્ધતિમાં સર્વ સામાન્ય ઘટના [સમષ્ટિ] પરથી વિશિષ્ટ [ભાગ] અંગે તારણો તારવવામાં આવે છે ?

A. વ્યાપ્તિ પદ્ધતિ
B. વ્યક્તિ-તપાસ પ્રયુક્તિ
C. નિગમન પદ્ધતિ
D. એક પણ નહિ
Answer» C. નિગમન પદ્ધતિ
13.

ઘટનાથી પર કે અલિપ્ત રહી તેનું નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના ગુણને શું કહેવાય ?

A. પૂર્વગ્રહ
B. વસ્તુલક્ષીતા
C. અંગત લાગણી
D. આત્મલક્ષીતા
Answer» B. વસ્તુલક્ષીતા
14.

વસ્તુને પોતાના વિચારો,માન્યતાઓ,પૂર્વગ્રહો,મૂલ્યનિર્ણયો અનુસાર નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના વલણને ____________ કહેવાય.

A. સંશયવાદ
B. વસ્તુલક્ષીતા
C. ઉદારતા
D. આત્મલક્ષીતા
Answer» D. આત્મલક્ષીતા
15.

‘ ઇચ્છિત સમાજ ’ના નિર્માણમાં સમાજવિજ્ઞાનીની ભૂમિકા ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી

A. ડો.એ.આર .દેસાઇ
B. ડો.એમ.એન. શ્રીનિવાસ
C. ડો.ડી.પી.મુકરજી
D. ડો.આઈ.પી. દેસાઇ
Answer» D. ડો.આઈ.પી. દેસાઇ
16.

સામાજિક સંશોધન માટેસમાજવિજ્ઞાનીની‘સંકલ્પબધ્ધતા’[commitment] ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી

A. ડો.એ.આર .દેસાઇ
B. ડો.એમ.એન. શ્રીનિવાસ
C. ડો.એસ.સી. દુબે
D. ડો.આઈ.પી. દેસાઇ
Answer» C. ડો.એસ.સી. દુબે
17.

“નવું જ્ઞાનમેળવવાનો પદ્ધતિસરનોપ્રયાસ એટલે સંશોધન”...એવી સંશોધનની પરિભાષા આપનાર…?

A. રેડમન અને મોરી
B. વેસ્ટર માર્ક
C. ગુડે અને હટૃ
D. લુંડબર્ગ
Answer» A. રેડમન અને મોરી
18.

વૈજ્ઞાનિક પદ્ધતિ, મૌલિક પ્રદાન, વૈજ્ઞાનિક પ્રક્રિયા, વૈજ્ઞાનિક સાહસ, વૈજ્ઞાનિક વલણ, હેતુલક્ષીતા,વસ્તુલક્ષીતા ખ્યાલો અને સિધાંતોનું ઘડતર,શૈક્ષણિક પ્રવૃતિ,સામાજિક જીવનની વાસ્તવિક રજૂઆત ...વગેરે શેના લક્ષણો છે ?

A. ઉત્ક્રાંતિના
B. સમાજિકિકરણના
C. સામાજિક પરિવર્તનના
D. સામાજિક સંશોધનના
Answer» D. સામાજિક સંશોધનના
19.

સામાજિક સંશોધનનું મહત્વ નક્કી કરતા મુખ્ય બે માપદંડો ક્યા છે ?

A. સંશોધનની યોજના અને સંશોધન માહિતી
B. સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા
C. સંશોધન સમસ્યા અને સંશોધનની ઉપકલ્પના
D. એક પણ નહી
Answer» B. સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા
20.

જે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક ઉપકરણો,વૈજ્ઞાનિક ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવાનો હોય તેવા સંશોધનોને _________ સંશોધનો કહેવાય.

A. કાર્યાત્મ્ક
B. શુદ્ધ
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહી
Answer» B. શુદ્ધ
21.

જે સંશોધનનો હેતુ માનવજીવનનો ઉત્કર્ષ,કલ્યાણ,માનવજીવનની સુધારણાનો કે સામાજિક સમસ્યાઓના નિવારણનો હોય તેવા સંશોધનોને ________સંશોધનો કહેવાય.

A. કાર્યાત્મ્ક
B. શુદ્ધ
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહી
Answer» C. વ્યવહારલક્ષી
22.

સામાજિક સંશોધન પ્રક્રિયાનું પ્રથમ સોપાન કે પગથિયું એટલે ....

A. અભ્યાસ પદ્ધતિ
B. સંશોધન યોજના
C. અહેવાલ લેખન
D. સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી
Answer» D. સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી
23.

સંશોધનકાર્યને દિશાસૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન એટલે ....

A. માહિતીનું પૃથ્થકરણ
B. સંશોધન યોજના
C. અહેવાલ લેખન
D. ઉપકલ્પના
Answer» B. સંશોધન યોજના
24.

‘ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ ’- [ ICSSR]નીસ્થાપના ક્યારે થઇ ?

A. 1969
B. 1991
C. 1999
D. 1975
Answer» A. 1969
25.

સંશોધકે અહેવાલ લેખનમાં પુસ્તકો,લેખો કે પ્રગટ - અપ્રગટ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોય તેની યાદી એટલે...

A. સર્વેક્ષણ
B. સંશોધન પૂર્વધારણા
C. સંદર્ભસૂચી
D. સંશોધન પ્રશ્ન
Answer» C. સંદર્ભસૂચી
26.

સંશોધન અહેવાલ લેખન શું છે ?

A. સદાચાર પ્રવૃત્તિ
B. વૈજ્ઞાનિક પ્રવૃતિ
C. ધાર્મિક પ્રવૃતિ
D. સામાજિક પ્રવૃતિ
Answer» B. વૈજ્ઞાનિક પ્રવૃતિ
27.

જે સંશોધન પાછળ માત્ર જ્ઞાન મેળવવાનો હેતુ હોય, “ જ્ઞાન ખાતર જ્ઞાન ” મેળવવાનો હેતુ હોય તેવા સંશોધનને કેવું કહેવાય ?

A. સમસ્યા નિવારણ
B. મૂળભૂત
C. વ્યવહારિક
D. ત્રણેય પ્રકારનું
Answer» B. મૂળભૂત
28.

ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને થતાં સંશોધનને ______ સંશોધન કહેવાય.

A. પ્રયોગાત્મક
B. શુદ્ધ
C. ઐતિહાસિક
D. વ્યવહારલક્ષી
Answer» C. ઐતિહાસિક
29.

૧૯મી સદીમાં પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ,દર્ખેમ ,કાર્લ માર્ક્સ અને મેક્સવેબરે કેવા સંશોધનો કર્યા હતા ?

A. શુદ્ધ
B. ઐતિહાસિક
C. વ્યવહારલક્ષી
D. કાર્યાત્મ્ક
Answer» B. ઐતિહાસિક
30.

ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના રામપુરા ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘The Remembered village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.

A. ડો.એ.આર .દેસાઇ
B. ડો. એમ.એન.શ્રીનિવાસ
C. ડો.ડી.પી.મુકરજી
D. ડો.આઈ.પી. દેસાઇ
Answer» B. ડો. એમ.એન.શ્રીનિવાસ
31.

ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના સમીરપત ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘Indian village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.

A. ડો.એસ.સી. દુબે
B. ડો. એમ.એન.શ્રીનિવાસ
C. ડો.ડી.પી.મુકરજી
D. ડો.આઈ.પી. દેસાઇ
Answer» A. ડો.એસ.સી. દુબે
32.

વસ્તુલક્ષી વિગતપૂર્ણ અનુભવજન્ય ક્ષેત્ર સંશોધનોની આવશ્યકતા ઉપર ભાર મુકનાર સૌ પ્રથમસમાજશાસ્ત્રી.....હતા.

A. રેડમન અને મોરી
B. વિલિયમ થોમસ
C. ગુડે અને હટૃ
D. લુંડબર્ગ
Answer» B. વિલિયમ થોમસ
33.

સમાજજીવનની જે ઘટના કે પ્રશ્ન નવો હોય,તેવી ઘટનાકે પ્રશ્નની જાણકારી મેળવવા માટે થતું સંશોધન એટલે ....

A. આરંભિક સંશોધન
B. વ્યવહારલક્ષી સંશોધન
C. ખુલ્લાસત્મક સંશોધન
D. સૈદ્ધાંતિક સંશોધન
Answer» A. આરંભિક સંશોધન
34.

સામાજિક ઘટનાના લક્ષણો કે અન્ય સામાજિક ઘટના સાથે સંબંધ વર્ણવાના હેતુથીથતું સંશોધન…?

A. આરંભિક સંશોધન
B. વ્યવહારલક્ષી સંશોધન
C. ખુલ્લાસત્મક સંશોધન
D. વર્ણાત્મક
Answer» D. વર્ણાત્મક
35.

જે સામાજિક સંશોધનમાં કેવી રીતે ? [How] અને શા માટે ?[Why]- એવા પ્રશ્નોનો ઉત્તર મળે તેવા સંશોધનોને કેવા પ્રકારના સંશોધનો કહેવાય ?

A. આરંભિક સંશોધન
B. વ્યવહારલક્ષી સંશોધન
C. ખુલ્લાસત્મક સંશોધન
D. વર્ણાત્મક
Answer» C. ખુલ્લાસત્મક સંશોધન
36.

આધુનિક વિજ્ઞાનની પ્રયોગપદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક વિજ્ઞાનોમાં પ્રયોગપદ્ધતિનો પાયો નાંખનાર વિદ્વાન....

A. રેડમન અને મોરી
B. વિલિયમ થોમસ
C. સ્ટુઅર્ટ ચેપી
D. લુંડબર્ગ
Answer» C. સ્ટુઅર્ટ ચેપી
37.

સમાજશાસ્ત્રમાં કેવા પ્રકારના સંશોધનો હાથ ધરવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે ?

A. પ્રયોગાત્મક સંશોધન
B. વ્યવહારલક્ષી સંશોધન
C. ખુલ્લાસત્મક સંશોધન
D. વર્ણાત્મક
Answer» A. પ્રયોગાત્મક સંશોધન
38.

“ ઉત્તર ગુજરાતમાં કોરોનાની મહામારીની શિક્ષણક્ષેત્રે અસરો ”--- એ ક્યા પ્રકારનું સામાજિક સંશોધન કહેવાશે ?

A. આરંભિક સંશોધન
B. વ્યવહારલક્ષી સંશોધન
C. ખુલ્લાસત્મક સંશોધન
D. વર્ણાત્મક
Answer» A. આરંભિક સંશોધન
39.

દરેક વિજ્ઞાનને સમજવાના _______ એ બૌદ્ધિક સાધનો છે.

A. ઉપકરણો
B. પ્રશ્નાવલીઓ
C. ખ્યાલો
D. એક પણ નહી
Answer» C. ખ્યાલો
40.

ખ્યાલ [ Concept]માટે અન્ય ક્યા શબ્દોનો ઉપયોગ થાય છે ?

A. સંકલ્પના
B. વિભાવના
C. A અને B
D. એક પણ નહી
Answer» C. A અને B
41.

અભ્યાસની ઘટનાને પ્રતિક દ્વારા વ્યક્ત કરતો શબ્દ [ Term ] એટલે ?

A. ખ્યાલ
B. યોજના
C. ઉપકલ્પના
D. અહેવાલ
Answer» A. ખ્યાલ
42.

સમાજ, સમુદાય, સ્તરરચના,સામાજિક રચના,દરજ્જો, ભૂમિકા , ધોરણ વગેરે સમાજશાસ્ત્રીય _________ છે

A. ખ્યાલ
B. યોજના
C. ઉપકલ્પના
D. ખ્યાલો
Answer» D. ખ્યાલો
43.

વાસ્તવિક ઘટનાની રજૂઆત અને વિશ્લેષણ કરવાનું તાર્કિક સાધન એટલે .....

A. હેતુ
B. પૂર્વધારણા
C. ખ્યાલ
D. માન્યતા
Answer» C. ખ્યાલ
44.

પ્રત્યેક વિજ્ઞાનને પોતાનો અભ્યાસક્રમ શક્ય બનાવવા અને સિદ્ધાંત સુધી પહોંચવા માટે પોતાના વિશિષ્ટ અર્થ ધરાવતા શબ્દો હોય છે, જેને ________કહેવાય.

A. માહિતી
B. વિભાવના
C. ખ્યાલ
D. ઉપકલ્પના
Answer» B. વિભાવના
45.

વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆતમાં સ્વીકારેલું એવું વિધાન કે,જેની યથાર્થતા ચકાસવાની હજી બાકી છે.

A. પ્રશ્નાવલીઓ
B. ઉપકલ્પના
C. ખ્યાલ
D. યોજના
Answer» B. ઉપકલ્પના
46.

ખ્યાલાત્મ્ક સ્પષ્ટતા, અનુભવજન્ય સંદર્ભ, ચોક્કસાઈપૂર્ણ, ઉપલબ્ધ પ્રયુક્તિઓ અને પુર્વસ્થાપિત સિદ્ધાંત સાથે સબંધિત...વગેરે લક્ષણો ગુડે અને હટૃ નામના લેખકોએ શેના આપ્યા છે ?

A. માહિતી
B. સમાજ
C. ઉપકલ્પના
D. યોજના
Answer» C. ઉપકલ્પના
47.

સામાન્ય સંસ્કૃતિ , વિજ્ઞાન , ઉપમા અને વિજ્ઞાનીના વ્યક્તિગત અનુભવો આ ચાર બાબતો શું છે ?

A. સંશોધન યોજના
B. સંશોધનના પ્રકારો
C. ઉપકલ્પનાના પ્રકારો
D. ઉપકલ્પનાના સ્ત્રોતો
Answer» D. ઉપકલ્પનાના સ્ત્રોતો
48.

દક્ષિણ ભારતના કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ નામના અભ્યાસમાં ક્યા જાણીતા સમાજશાસ્ત્રીને સંસ્કૃતિકરણની પ્રક્રિયા નિરિક્ષણ તરીકે વિશિષ્ટ વ્યક્તિગત અનુભવ થયો હતો ?

A. ડો.એસ.સી. દુબે
B. તારા બેન
C. ડો. એમ.એન. શ્રીનિવાસ
D. ડો.આઈ.પી. દેસાઇ
Answer» C. ડો. એમ.એન. શ્રીનિવાસ
49.

ડાર્વિનનો જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શેના આધારે શોધાયો હતો ?

A. વિજ્ઞાન
B. વિશિષ્ટ વ્યક્તિગત અનુભવો
C. સંસ્કૃતિ
D. ઉપમા
Answer» B. વિશિષ્ટ વ્યક્તિગત અનુભવો
50.

નીચેનામાંથી ક્યુ ઉપક્લ્પનાનું કાર્ય નથી ?

A. માર્ગદર્શન
B. ક્ષેત્ર નિર્ધારિત
C. સિદ્ધાંતની રચના
D. સંશોધનની પ્રયુક્તિ નિર્ધારણમાં મુશ્કેલી
Answer» D. સંશોધનની પ્રયુક્તિ નિર્ધારણમાં મુશ્કેલી
Tags
  • Question and answers in સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય,
  • સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય multiple choice questions and answers,
  • સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય Important MCQs,
  • Solved MCQs for સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય,
  • સમાજશાસ્ત્રીય સંશોધનનો પરિચય MCQs with answers PDF download